SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] [ અણગારનાં અજવાળા બાળકની ચાપલ્ય સભરતાને જોઈ વિદ્યાગુરુએ ચંપક નામ આપ્યું. માતાપિતાના સંસ્કાર અને પોતાના ખંતને કારણે અભ્યાસમાં નિરંતર પ્રગતિ થતી રહી અભ્યાસ પૂરો થયો ત્યાં ટૂંક સમયમાં માતા-પિતાનું છત્ર ગયું. વાણિજ્ય અર્થે કલકત્તા અને મલાયા જઈ આવ્યા. પૂ. વિનયચચંદ્રજી મહારાજ લિખિત વૈરાગ્ય શતકરૂપ ગ્રંથરત્નના અધ્યનથી વૈરાગ્ય વિણાના તાર ઝંકૃત થયા. સત્યમાર્ગની ખોજ શરૂ થઈ. શારીરિક બિમારી આવતી-જતી. એકવાર સખત તાવ આવ્યો ત્યારે સંકલ્પ કર્યો કે આ તાવ ઉતરી જાય પછી ઝડપથી દીક્ષા ગ્રહણ કરવી. સ્વસ્થ છતાં જ પૂ. વિનયચંદ્રજી મહારાજ પાસે ઉપલેટા ઉપાશ્રયમાં પહોંચી ગયા અને ગુરુના ચરણોમાં નમ્રતાપૂર્વક દીક્ષા અંગીકાર કરવાના ભાવો જણાવી સંયમ માર્ગ પ્રદાન કરવા વિનંતી કરી. * સંવત ૧૯૯૭ના માગશર સુદ પને બુધવારે હાટકોલાની પુણ્યભૂમિમાં દીક્ષાના પાઠ ભણાવાયા. દીક્ષા ખૂબ જ સાદાઈથી થઈ. વડી દીક્ષા ભાવનગર મુકામે થઈ. પૂ. શ્રી ચંપકમુનિએ વડી દીક્ષાના માંગલ્ય દિવસથી જ દેહદમનના પગરણ આદર્યા. તપ વિના મુક્તિ નથી, તપશ્ચર્યા એ જ જીવનના અમૃત છે. તેથી છઠને પારણે છઠ આદર્યો પારણામાં વિગઈ સિવાયના માત્ર ત્રણ દ્રવ્ય જ એ પણ પાંચ ઘરે જ જવાનું તેમાંથી મળે તો જ નહીં તો અઠ્ઠમ તપ. ભાવેણાના ચાતુર્માસમાં શ્રી બેચરભાઈ વિ. શ્રાવકોએ મળીને આવી ઉગ્ર તપશ્ચર્યા બંધ કરાવી પરંતુ તપ આરાધના પર કદી પૂર્ણવિરામ આવ્યું જ નથી. ઘેલાશાહની પુણ્યભૂમિ બરવાળા, સંપ્રદાયનું ગાદીનું ગામ જ્યાં વિનયચંદ્રજી મહારાજ સાહેબને આચાર્યપદ અર્પણ થયું. વ્યાવરમાં ધીરજલાલ તુરખીયાના સહકારથી પૂ. ચંપકમુનિ વિદ્યાઅભ્યાસ માટે ગુરુકુળનિવાસની વ્યવસ્થા થઈ, પંડિત શોભાચંદ્ર
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy