SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૧ અણગારનાં અજવાળા ] પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝઘડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને મહાપ્રયાણ ? આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ.સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેતા હતા, પરંતુ તા. ૨-૧-૭૩ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાત્રે ૯.૨૯ મિનિટે મહાપ્રયાણ કરી ગયા. પોતાના દીર્ધ સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્યાઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીંધેલા આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌ કોઈનું પરમ કલ્યાણ સમાયેલું છે. જૈનધર્મ દીપક પૂ. રત્નચંદ્રજી મ.સા. (ખેતાભ સંપ્રદાય) ખંભાત રિયાસતનું ગલિયાણા' નામે નાનું ગામ તેમાં જેતાભાઈ નામે રજપુત ગરાસીયાના કુળમાં સંવત ૧૯૪૨ના કાર્તિક સુદ ૧૧ દિને એક પુત્રરત્ન પાક્યું જેનું નામ “રવાભાઈ પાડવામાં આવેલ. “રવાં એટલે જ પ્રકાશ. - રવાભાઈ બાળપણથી નમ્ર વિવેકી પૌતૃક વ્યવસાય ખેતીમાં જોડાયા પરંતુ આ તરુણને સંસારના સુખો ન ગમતાં સ્વામીનારાયણ ધર્મના બ્રહ્મચારી સાધુ બની જવાનો વિચાર કર્યો. ગઢડા જઈ આવ્યા ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કર્યું મન ના ખૂટ્યું. તેમને મન માત્ર આત્મકલ્યાણ મહત્ત્વનું હતું. ૧૩ વર્ષના આ બાળકનું મનોમંથન ચરમ સીમાએ પહોંચ્યું.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy