SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] [ અણગારનાં અજવાળા .: સંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.” ઘાસીલાલની દઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પાસે થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ.સં. ૧૯૫૮ માગશર સુદ તેરસ ને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે ઘાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર દરમિયાન થોડાક લૂંટારાઓ તેમનાં નવીન વસ્ત્રો ચોરી ગયા. આ પ્રસંગે પણ આ નવદીક્ષિત મુનિએ અપૂર્વ હિંમત અને ધીરજ બતાવ્યાં. સંયમી જીવનની આ તેમની પહેલી પરીક્ષા હતી, જેમાં તેઓ સફળપણે પાર ઊતર્યા. તેમના ઊજળા ત્યાગી જીવનની તે ઉત્તમ નિશાની હતી. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.” અધ્યયન અને ઉગ્ર સાધના : મારવાડનાં વિવિધ ક્ષેત્રમાં તેઓશ્રી પોતાના ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ વિ.સં. ૧૯૫૯માં જોધપુર મુકામે કર્યું. બાળમુનિ ઘાસીલાલજી પોતાના સાધુજીવનમાં કઠોર તપશ્ચર્યા અને નિરંતર જ્ઞાન-અભ્યાસને વણી લેવા માટે તીવ્ર પુરુષાર્થ કરવા લાગ્યા. શરૂ શરૂમાં તેમનો જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો મંદ હતો. એક મંત્ર, શ્લોક કે પાઠ યાદ કરતાં પણ તેમને ઘણા દિવસો લાગતા પણ ગુરુકૃપા, પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનયભાવ અને સતત પરિશ્રમના બળ વડે તેમનો ક્ષયોપશમ દિવસે દિવસે વધવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ મંદ પડવા માંડયું. આના ફળસ્વરૂપે, તેમણે પ્રથમ ચાતુર્માસમાં જ દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધું અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રારંભ કરી દીધો. મુનિશ્રીનું બીજું ચાતુર્માસ બાવરમાં, ત્રીજું બીકાનેરમાં, ચોથું ઉદેપુરમાં, પાંચમું ગંગાપટમાં, છઠ્ઠ રતલામમાં, સાતમો ચાંદલામાં, આઠમું જાવરામાં અને નવમું ઈન્દોરમાં થયો. વિવિધ ચાતુર્માસમાં તેઓ વિવિધ સૂત્રોને કંઠસ્થ કરતા ગયા. ઇન્દોરના ચાતુર્માસમાં તેમણે “સંસ્કૃત
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy