SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારનાં અજવાળા ] [ ૪૧ તરફ વિહાર કર્યો અને ઉદેપુર આવ્યા. અહીંના શ્રી સંઘે તેમને ચાતુર્માસ માટે વિનંતી કરી ત્યારે તેઓશ્રીએ કહ્યું, હું તમને જવાહરની એક પેટી' આ ચોમાસામાં આપી જઈશ જેથી તમારી ભાવના પૂર્ણ થશે, અર્થાત્ ૧૫૮નું ચાતુર્માસ ઉદેપુરમાં થયું, જેમાં જ્ઞાન અને તપશ્ચર્યા દ્વારા ખૂબ ધર્મપ્રભાવના થઈ. ત્યાંથી વિહાર કરી જોધપુર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે રસ્તામાં તરાવલીગઢ ગામ પાસે જંગલમાં લૂંટારાઓએ સાધુઓનાં વસ્ત્ર, પાત્ર લૂંટી લીધાં, પણ સાધુઓએ સમતા રાખી. ૧૯૫૯નો ચાતુર્માસ જોધપુરમાં જ થયો, જ્યાં શ્રી પ્રતાપમલજી નામના ઉચ્ચ શ્રાવકને બોધ આપી, તેની કેટલીક ખોટી માન્યતાઓનું નિરસન કરી, તેને સન્માર્ગ-આરાધનામાં જોડ્યો અને ભીમાસરમાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. ૧૯૬૨નો ચાતુર્માસ તેઓએ ઉદેપુરમાં કર્યું. ઉદેપુરમાં ગણેશલાલજીને દીક્ષા : આ ચાતુર્માસ ખૂબ પ્રભાવશાળી રહ્યું, કારણ કે અહીં (૧) ૮થી માંડીને ૬૧ દિવસની ઉપવાસની તપસ્યા થઈ, (૨) અનેક રાજ્યાધિકારીઓ સહિત સમસ્ત ઉદેપુરની જનતાએ મહારાજનાં પ્રવચનોનો લાભ લીધો અને (૩) શ્રી ગણેશલાલજી મારુ નામના વિરક્ત અને અભ્યાસીએ ૧૬ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી ચાતુર્માસને અંતે દીક્ષા ગ્રહણ કરી. આ ધર્માત્માએ જેનશાસ્ત્રો, સંસ્કૃત, ફારસી વગેરેનો ખૂબ સારો અભ્યાસ કર્યો અને આગળ આર્યપદ શોભાવ્યું. અહીંથી નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલવાડા, ચિત્તોડ થઈ તેઓ અજમેર પાસે મસૂદા ગામમાં આવ્યા. અહીં સુગનચંદજી કોઠારીને બોધ આપી ફરીથી શ્રાવક-ધર્મમાં સ્થિર કર્યા અને રાયપુર થઈ ૧૯૬૩નું ચાતુર્માસ ગંગાપુરમાં અને ૧૯૬૪નો ચાતુર્માસ રતલામમાં કર્યું. અહીં સ્થાનકવાસી કોન્ફરન્સના ભાઈઓએ યોગ્ય માર્ગદર્શન આપી તેઓશ્રી ચાંદલા પધાર્યા. થાંદલાથી વિહાર કર્યો ત્યારે પૂ. મહારાજશ્રીની તબિયત બગડી ગઈ હતી, પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોઇ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઈન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નું ચાતુર્માસ ઈન્દોરમાં કર્યું. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy