SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] [ અણગારનાં અજવાળા બે માસ સુધી સતત માંદગી ભોગવી છતાં છેક સુધી શાંતિ, સ્થિરતા અને ચિત્તસમાધિ જળવાઈ રહી હતી. આખરે પૂ. ગુરુદેવે સંથારો સ્વીકાર્યો અને સં. ૧૯૫૪ માગસર સુદ ૧૩ના સમાધિમરણે સ્વર્ગે સીધાવ્યા. ગુરુદેવની ચિરવિદાય પૂ. તપસ્વીજન જીવનમાં સદા અંકિત રહી. ગુરુનો ઉપકાર કદી ભૂલ્યા નહીં. તેઓની સેવાભાવનાએ અનોખો ઇતિહાસ સાધ્યો છે. સેવાની ઉત્તમ ભાવના સાથે પૂ. તપસ્વીજીએ, પંચ-મહાવ્રતોને સફળ બનાવવા તપસાધનાને જીવનનો, સાધક જીવનનો સહજ કાર્યક્રમ બનાવી દીધો હતો. ત્યાગની એમની ઉત્કટ ભાવનાએ સમગ્ર જૈન મુનિઓમાં તેઓને અજોડ, ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને સમસ્ત જૈન સમાજ આજે પણ અપાર પૂજ્યભાવ અને વંદન સાથે સ્મરણ કરી, આશીર્વાદ યાચે છે. અપૂર્વ આત્મપુરુષાર્થ અને વૈરાગ્યમાંથી જન્મ પામતી તેમની અલૌકિક આત્મશક્તિને વંદન. તેઓના તપની મુખ્ય આકર્ષક વિગતો આ પ્રમાણે છે. તપસ્વીજી એક ક્રાંતિકારી યુગપુરુષ હતા. યુગપુરુષ પૂ. તપસ્વીજીના હૃદયમાં, વીરવાણીની સાચી સમજણ લોકોમાં વિકસે તે માટેનો અદમ્ય ઉત્સાહ હતો. ધર્મની શ્રદ્ધાવાળા એ યુગમાં લોકો બાહ્યક્રિયાકાંડોમાં રાચતા હતા. ક્રિયાઓ કરનાર ધાર્મિક વ્યક્તિ ગણાતી હતી. બાહ્ય ક્રિયાઓના બાહ્ય દેખાવો વધી પડ્યા હતા. જ્ઞાન સાથેનો સંબંધ ઘટવા લાગ્યો હતો. તેઓએ દર્શાવ્યું કે ભગવાન મહાવીરનો અનુયાયી વર્ગ જેમ શ્રી સંપન્ન છે. તેમ જ્ઞાન સંપન્ન થશે તો જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સચવાશે. અન્યથા આત્મકલ્યાણ માટેનો પરમપાવન વીતરાગ ધર્મ કાળે કરી અર્થપ્રધાન થઈ જશે. તેથી જ્ઞાનનો બહોળો પ્રચાર સમાજને ટકાવવા, નભાવવા અને જગાવવા માટે અનિવાર્ય છે. તેથી તેઓએ જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોનો જોરશોરથી પ્રચાર આરંભ્યો. “જો મહાવીરના શાસનને ટકાવવું હોય તો શાન અને જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનશાળાઓ ઊભી કર્યે જ છૂટકો છે.'' તપસ્વીજીનાં જ્ઞાનોતેજક વ્યાખ્યાનો અને જ્ઞાનસાધનો એકત્ર કરી સાર્વજનિક હિતમાં તેનો ઉપયોગ કરવાની ભાવનાએ જેમ એક બાજુ અનુકૂળતા અને સ્વસ્થતા પાથરી તો બીજી બાજુ એક જાતનો ઉલ્કાપાત મચી ગયો. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. ઠેકઠેકાણે સાધુસંસ્થા, શ્રાવક સમુદાય અને ક્ષેત્રોમાં તડાં પડી ગયા. અમુક એમનાં કાર્યોનું સમર્થન કરવા લાગ્યાં તો બીજા એનો વિરોધ;
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy