SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] [ અણગારનાં અજવાળા બાધક રૂપ છે. તેમ પોતાને લાગતાં રાત્રિની નિદ્રાનો ત્યાગ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો અને નિદ્રા ઉપર કાબુ મેળવવા માટે સ્વાદેન્દ્રિય ઉપર જય મેળવવો, ખોરાક ઉપર સંયમ કેળવવો આદિ બાબતોમાં તેઓશ્રી ખૂબજ સતર્ક અને સાવધાન રહેવા લાગ્યા. રાત્રીના ભાગમાં એક સામાન્ય પાથરણું અથવા તો સુખે બેસી શકાય તેવા અઢી હાથ લાંબા પાટલા ઉપર બેસી સ્વાધ્યાયમાં તેઓ શ્રી તન્મયતલ્લીન બની જતા. જરા પ્રમાદવૃત્તિ પેદા થતાં એકદમ ઊભા થઈ જતા, ક્યારેક એક પગે ઊભા રહેતા, ક્યારેક ટટ્ટાર સ્થિર રહે, આવી રીતે સાડાપાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. પૂ. મેઘરાજજી મહારાજને ૭૮ દિવસનો સંથારો કરાવ્યો. પૂ.શ્રી એ ગોંડલ ગચ્છની સ્થાપના કરી હાલ ગોંડલ સંપ્રદાયમાં ૨૦ સાધુઓ અને ૨૯૦ જેટલી સાધ્વીજીઓ છે. હર્યો ભર્યો સંઘ છે. સાધુ-સાધ્વીજીઓ વિદ્વાન અને સરળ છે. આ બધો પૂ. ડુંગરસિંહજી મહારાજનો ઉપકાર છે. છેવટે વિ.સ. ૧૮૭૭ ને વૈશાખ સુદ પુનમના દિવસે દેહનો ત્યાગ કર્યો. ક્રિયા પાલનમાં તેઓ ખૂબ જ કડક હતા. સ્વભાવે સાત્ત્વિક ને સરલ હતા. માનવ કલ્યાણના અનેક કાર્યો તેમણે કર્યાં છે. બહેનોને જ્ઞાન માર્ગે આગળ વધારવા પૂ.શ્રીએ અનેક પ્રયત્નો કર્યા હતા. તેઓએ જન–જનના અંતરમાં માનવતાની અપૂર્વ જ્યોત જલાવી છે. સમાજના હિત માટે જ જેમણે પોતાનું સંપૂર્ણ જીવન શાસન સમર્પિત કર્યું છે. સંઘ સમાજના ઉત્થાન માટે તેઓશ્રીએ ખૂબ જ પુરૂષાર્થ કર્યો હતો. આવા અનંત ઉપકારી પૂ.ડુંગરગુરુ ને ભાવ પૂર્ણ વંદના........! *
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy