SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯ અણગારનાં અજવાળા ] જીવાભિગમ, જંબૂદ્વીપ તથા સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિઓ પુસ્તક સારરૂપે તેમજ સૂત્રસમાધિ, સાધુસમાચારી, દ્રૌપદીચર્યા, સામાયિકચર્યા વગેરે સુંદર પદો રચી મુનિશ્રીએ સાહિત્યસંપાદન અને સર્જનનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. શ્રી ધર્મસિંહ ગુરુજીને વિનયપૂર્વક કહ્યું : “ગુરુભગવંત! મારામાં ઉદ્દભવેલા આગમાનુસારના જીવન જીવવાના ઉત્સાહને હવે વધુ વખત રોકી શકવાની સહિષ્ણુતા રહી નથી. જૈન ધર્માચાર સુધારવાની ક્રાંતિનો ઝંડો લહેરાવવા આગળ આવો અને તે પૂજ્ય અમારા નેતા બનો.” ધર્મસિંહે સિંહગર્જના કરી. “વત્સ, તારી ટકોર અને જાગૃતિ સાચાં છે. પરંતુ મોગલસમ્રાટ જહાંગીરનું તાજેતરમાં અવસાન થતાં, મોગલવંશ શાહજહાં તરફથી આપણા ગચ્છને ગૌરવયુક્ત પદવી, પાલખી, પટ્ટો, ચામર, ધ્વજ અને શાહી ફરમાન એનાયત કરવામાં આવેલ છે. સમયના સાંપ્રત વહેણે શહેનશાહી બક્ષિસનો અસ્વીકાર કરવો ઉચિત નથી. વળી વૃદ્ધાવસ્થાને કારણે હું પરાશ્રયી જીવન જીવી રહ્યો છું.” ગુરુજીએ પોતાના હૃદયભાવ કહ્યા. “ગુરુજી, મને ક્ષમા કરો, આપશ્રી મને મુક્ત કરો આપના ઉપકારને હું નહિ ભૂલું.” ધર્મસિંહે કહ્યું “તારો માર્ગ વિકટ છે. ધર્મઝનૂની લોકો તારી અવદશા કરશે તેનો મને ભય છે.” ગુરુજીએ વ્યથા વ્યક્ત કરી. “ગુરુદેવ, મારા પ્રત્યેનો આપનો અતિવાત્સલ્ય ભાવ આવી શંકા કરવા પ્રેરે છે. આપનું હૃદય આશ્વસ્ત પામે તેવી કોઈ પણ કસોટી મારા માટે ફરમાવો હું તેમાંથી પસાર થવા તૈયાર છું.” તો હે વત્સ! આ અમદાવાદ શહેરના દરિયાપુર દરવાજેથી નીકળતાં ઉત્તર દિશામાં દરિયાખાન પીરના આલીશાન ઘુમ્મટમાં એક રાત્રિ વાસ કરી આવો અને તમારું સાત્ત્વિક ખમીર દેખાડવાની તક ઝડપી લો.” ગુરુજીએ કહ્યું. ગુરુજીના આશીર્વાદ લઈ અમદાવાદની ઉત્તર દિશા ભણી ધર્મસિંહજીએ દઢ મનોબળ સાથે પ્રસ્થાન કર્યું. સાબરમતી નદી કલકલ નિનાદે અખંડસ્ત્રોત ધરીને નગરજનોને મીઠા નિર્મળ જળની લ્હાણી કરી રહી છે. તેના પૂર્વીય કિનારે એક કોતરની સમથલ ટોચે એક ઊંચી વિશાળ કમળ આકૃતિવાળી ખુલી ભવ્ય ઇમારત ઊભી છે. આ ઇમારતનો માલિક છે શ્રીમંત તેલી દરિયાખાન, પૂર્વકર્મના
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy