SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] [ અણગારનાં અજવાળા બિરાજવા નાશવંત દેહ-પિંજરથી મુક્ત થઈને મુખેથી ઉર્ધ્વગમન કરી ગયો. કેટલી નાની ઉંમર હતી! ૩૪ વર્ષનું ફૂલ ખીલે ન ખીલે ત્યાં તો મૂરઝાઈ ગયું. સંયમ સાધનાની સુગંધ પ્રસરાવતું ગયું. इह आणा-कंखी पंडिए अनिहे । एग मप्पाणं सापेहाए धुणे सरीरगं ।। સયુરુષની આજ્ઞાનો પાલક પંડિત કોઈ પણ જાતની વાસના કે ભૌતિક ઈચ્છા રાખ્યા વગર એક આત્મોન્નતિનું લક્ષ રાખી દેહદમન કરે. પૂ.શ્રીની વિશિષ્ટતાઓઃ નાની ઉંમરમાં જીવનવનને અતિ વેગથી વટાવ્યું પણ પૂ.શ્રીએ તેમના જીવનના વૈરાગ્યપંથની શરૂઆતથી જીવનના પૂર્ણવિરામ સુધીની યાત્રામાં તપને મોક્ષયાત્રા માટેનું અવિરામ લક્ષ બનાવી પૂર્વે કરેલાં સંચિત કર્મોનો ભુક્કો બોલાવવાનું ભૂલ્યાં નથી. વૈરાગ્ય પહેલાં સં. ૨૦૩૮ની સાલ. એકાસણે વરસી-તપ, ૩૯મા ૩૧ ઉપવાસ, ૪૦-૪૧ ઉપવાસે વરસીતપ, સં. ૨૦૪રમાં સંયમગ્રહણ-૪૫ ઉપવાસની ઉગ્ર તપસ્યા, સં. ૪૩માં અઠમે વરસીતપ, સં. ૪૪માં ત્રણ મહિના આયંબિલ, ૪પમાં છટ્ટેથી વરસીતપ, ૪૬માં અઠ્ઠમે વરસીતપ, ૪૭માં ઉપવાસે સિદ્ધિતપની આરાધના, ૪૮માં ૩૧ ઉપવાસની આરાધના અને સં. ૨૦૪૯માં જોરાવરનગરના પ્રથમ ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની અંતિમ આરાધના પૂર્ણ કરી પારણું કર્યું અને બીજે દિવસે તે તપસ્વી યાત્રીએ જીવનની અંતિમ યાત્રા તરફ પ્રયાણ આદર્યું. પોતે જ્ઞાનાભ્યાસ કરતાં તેથી લોકો પણ વાચનાભિમુખ બને તેવી તેમની દૃષ્ટિ ખરી. તેથી ૧૫ થી ૨૦ સંઘોમાં પુસ્તકોનું વ્યવસ્થિત આયોજન કરી લાયબ્રેરીને નવો જ ઓપ આપ્યો. તેઓ એક અચ્છા કલાકાર હતા. પ્રસંગોપાત તેમ જ “રાહમાં ગાદીની સ્થાપના-પાટ ઉપર અષ્ટમંગલનું સુંદર ચિત્ર પોતે દોર્યું હતું. હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વેને, મૂકું કરી સુન્દર ચાહી ચાહી. -સુન્દરમ્ આપને અમારા અગણિત વંદન હો!
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy