SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારનાં અજવાળા ] મ.સા. તથા પૂ. નાથુરામજી મ.સા.નો સમાવેશ થાય છે. તેમ મહાસતી પૂ. ભાંગાજી, પૂ. વીરાજી, પૂ. સદાજી આદિ સાધ્વીવૃંદનો સમાવેશ થાય છે. પૂ. લવજી ઋષિ સં. ૧૬૯૨માં બજરંગ ઋષિના શિષ્ય બન્યા, તેમના શિષ્ય પૂ. સોમજી ઋષિ સહિત ૧૫ શિષ્યો મુખ્ય હતા. સોમજી ઋષિના શિષ્ય પૂ. કહાન ઋષિજીની માળવી અને ખંભાત શાખા છે. પૂ. હરદાસજીનો પંજાબ સંપ્રદાય, પૂ. ગોધાજી અને પરસરામજીનો કોટા સંપ્રદાય અને પૂ. જીવાજી નાગોરીગચ્છના મૂળ જનક હતા. પૂ. કહાનજી ઋષિના શિષ્ય પૂ. તારાચંદજી મહારાજ થયાં તેમના બે શિષ્યમાં પૂ. કાલાઋષિ અને પૂ. મંગલઋષિ. તેમના શિષ્ય પૂ. બક્ષઋષિ થયા. તેમના બે શિષ્યો પૂ. ધનજીઋષિ અને પૃથ્વી ઋષિ. તેમના બે શિષ્યો પૂ. અયવંતાઋષિ અને પૂ. અબાઋષિ. પૂ. અયવંતાઋષિના બે શિષ્યો પૂ. તિલોકઋષિ અને પૂ. લાલજીઋષિ. પૂ. તિલોકષિજીના શિષ્ય પૂ. રત્નઋષિજી અને રત્નઋષિજીના શિષ્ય શ્રમણ સંઘના દ્વિતીય પટ્ટધર રાષ્ટ્રસંત પૂજ્યપાદ આનંદઋષિજી મહારાજ. અને તેમના શિષ્યો પૂ. કુંદનઋષિ, પૂ. પ્રવીણઋષિ મ.સા. છે. | ઋષિ સંપ્રદાયની મુખ્ય સાધ્વીઓ પૂ. રાધાજી, પૂ. કિસનાજી, પૂ. જેનાની, પૂ. મેતાજી, પૂ. ગુમનાજી, પૂ. ચંપાજી, પૂ. સાંપકવટજી, પૂ. રામકુંવરજી, પૂ. ચાંદકુંવરજી, પૂ. ઉજ્વલ-કુમારીજી, પૂ. શાંતિકુંવરજી, પૂ. ભુરાજી, પૂ. રાજકુંવરજી, પૂ. પ્રમોદ સુધાજી, પૂ. પ્રીતિ સુધાજી, ડૉ. ધર્મશીલાજી, પૂ. પ્રભાકુંવરજી, પૂ. દિવ્યપ્રભા, પૂ. દર્શનપ્રભાજી પૂ. મહાભાગા લછમાજી, પૂ. શ્રી બડેહમીરાજી, શ્રી આનંદકુંવરજી, પૂ. સોનાજી, પૂ. કાસાજી, પૂ. હત્રામકુંવરજી, પૂ. કસ્તુરાજી, પૂ. બટજુજી. આ ઉપરાંત પૂ. અમૃતકુંવર, પૂ. હરાજી, પૂ. નંદુજી, પૂ. રાજકુંવર, પૂ. રંભાજી, પૂ. ઇન્દ્રકુંવરજી, ઉમરાવકુંવર, પૂ. છોટે હમીરજી તથા પૂ. કેશરદેવીજીનો સમાવેશ થાય છે. ક્રિયોદ્ધારક લવજી ઋષિની પાટ પર પૂ. સોમજી ઋષિ તથા પૂ.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy