SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારનાં અજવાળા | [ ૨૫૧ જાગૃતિ : પૂ. પતિદેવ અને પૂ. સાસુમાનો દેહાંત થતાં ચંપાબહેન શોકમગ્ન જિંદગી વીતાવી રહ્યાં હતાં. તે અરસામાં પૂ.શ્રી કાનજી મુનિ, પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. આદિ સંતો બોટાદ પધાર્યા. આગળ ઐતિહાસિક મૂલ્યો ધરાવતી આ વાત રજૂ કરી તે પ્રમાણે એક બાજુ બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંઘાડાની સ્થાપનાનો નિર્ણય લેવાતો હતો તો બીજી બાજુ ચંપાબહેનના સંયમ લેવાના સુષુપ્ત ભાવો જે તેમના હૃદયમાં રમી રહ્યા હતા તે હવે જાગૃત અવસ્થામાં આવી સળવળી રહ્યા હતા. ગોંડલ સંપ્રદાયનાં વિદુષી સાધ્વીરત્ના પૂ.શ્રી રંભાબાઈ મ.સ. એ પૂ.શ્રી ચંપાબાઈ, પૂ.શ્રી મંજુલાબાઈ આદિ ચાર મહાસતીજીઓને વૈરાગ્ય સંબંધી માર્ગદર્શન આપ્યું. આ દરેક સાધ્વીજીઓ પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં સતત આઠ વર્ષ સુધી રહ્યાં. સં. ૨૦૧૭માં ગં.સ્વ. ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. સરોજબહેનની એમ ચારેય દીક્ષાઓ બોટાદમાં એક દિવસે થઈ. પૂ. ચંપાબાઈ મ.સ. ૧૪ સાધ્વીજીઓનાં તારક ગોરાણી બની ચૂક્યાં હતાં. આત્મહિતાર્થે તેમણે નાની મોટી ઘણી તપસ્યા કરી. છેલ્લાં ૧૧ વર્ષથી તેમની એકાંતર તપશ્ચર્યા ચાલુ જ હતી. સાથે નાનાં સાધ્વીજીઓનાં અભ્યાસ, પ્રગતિ અને વૈયાવચ્ચનું બરાબર ધ્યાન રાખતાં. જૈન સમાજમાં “મોટા સ્વામીનું માનભર્યું અને હેતભર્યું બિરુદ પામી ગયાં. ધર્મકથાઓ, વાર્તાઓ અને કાવ્યોની સુંદર રજૂઆત તે કરી શકતાં. પાયાની ઈટ : આમ પૂ.શ્રી સંતોની પ્રેરણા અને પૂ.શ્રી ચંપાબાઈ આર્યાજીની શીતળ છાયામાં બોટાદ સંપ્રદાયમાં સાધ્વીછંદે પ્રગતિમાં હરણફાળ ભરી અને ચંપાના ફૂલ જેવી ફોરમ પ્રસરાવી પૂ.શ્રી બોટાદ સંપ્રદાયના સાધ્વી સંઘાડામાં પૂ.શ્રી ચંપાબાઈ મ.સ. પાયાની ઈટ બની રહ્યાં. આપને અમારાં અગણિત વંદન હો! आत्मौप्येन सर्वत्र समं पश्यति योडर्जनः?। સુવં વા યતિ વા કુd સ યોની પરમો મતઃ || ગીતા. પ્રિય પાર્થ! આત્મસમાનભાવે જે સર્વભૂતો પ્રત્યે વર્તે છે તથા સ્વ કે પરના સુખમાં કે દુઃખમાં સમભાવી રહે છે તે શ્રેષ્ઠ યોગી ગણાય છે.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy