SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] . [ અણગારનાં અજવાળા સાધુઓ ગામ બહાર વન-ઉપવનમાં રોકાઈને જનસમૂહને ઉપદેશ આપતા ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મ-શાસનની પરંપરા આમ ખૂબ સુંદર રીતે ચાલી રહી હતી. કાળક્રમે પરિવર્તન આવ્યું વારંવાર પડતા દુષ્કાળને કારણે સલામતી અને ભરણ-પોષણમાં સાધુઓને મુશ્કેલી પડવા લાગી, આ મુશ્કેલીઓમાં માર્ગ કાઢવાના ભાગરૂપે મંદિર માર્ગનો ઉદય થયો. સંતો મૂર્તિપૂજાના અવલંબનથી અને મંદિરોના નિર્માણથી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ગુજરાતના રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને રાજ્યમંત્રીઓ અને જનતા પર જૈન સંતો અને જૈન ધર્મના સિદ્ધાંતોની ખૂબ જ પ્રભાવિત અસર થઈ. જૈન ધર્મના ઊંડા મૂળ રોપાયા. જૈનાચાર્યોએ જૂનાગઢનો ઇતિહાસ તાજો કરી નેમનાથ ભગવાનના જીવનની ઐતિહાસિક ઘટનાઅનુસાર ગિરનાર પર તીર્થ સ્થાપ્યાં અને જેનોનું મોટું તીર્થ પાલીતાણા પણ અસ્તિત્વમાં આવ્યું. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી ગુજરાત નરેશ કુમારપાળે જૈનધર્મનો વાવટો ફરકાવ્યો, વસ્તુપાળ તેજપાળે આબુમાં વિશ્વવિખ્યાત જૈન દેરાસરો બંધાવ્યાં. ભારતના ધનાઢ્ય જૈનોએ મધુવન (સમેતશિખર), રાજગીર, પાવાપુરીનાં તીર્થોને ઉજાગર કર્યા. આ ઉપરથી જાણી શકાય છે કે સ્થાપત્ય અને સાહિત્યના વિકાસમાં જૈનાચાર્યોએ ખૂબ જ પ્રયાસ કર્યો છે. જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘે પોતાના ભગીરથ પ્રયાસથી ખૂબ જ સારાં કાર્યો કર્યા છે. પરંતુ એક સમયે શ્રમણધર્મમાં શિથિલતા આવતી ગઈ. જિનભક્તિ અને જિનપૂજામાં મોટા આરંભ-સમારંભ અને આડંબરો પેસી ગયા, પરિગ્રહ સંવાદ પેસી ગયો. સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીન રહેવાવાળો શ્રમણવર્ગ વધુ પડતો લોકસંપર્કમાં આવવાથી લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાવા લાગ્યો. જેનયતિઓનો એક વિશિષ્ટ વર્ગ જાણે શિથિલાચારી પ્રવૃત્તિઓને પોષતો રહ્યો. શ્રેષ્ઠીઓ, રાજાઓ, બાદશાહો, ઠાકુરો અને ધનપતિઓને યંત્ર-મંત્ર
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy