SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] [ અણગારનાં અજવાળા "वितिगिच्छं सनावण्णेणं अप्पाणेणं नो लहइ समाहिं ।।" સંશયાત્મા સમાધિ (શાન્તિ) પામી શકતો નથી. (સમકિત કે સમત્વનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના સાધક સાધનામાં પ્રવિષ્ટ થઈ શકે નહીં. એમ બન્ને માને છે. આચારાંગ અને બન્ને પરિવારની આજ્ઞા મળતાં પૂ.શ્રી મોંઘીબહેન વિ.સં. ૧૯૮૯માં વૈશાખ સુદ ૧૩ને દિવસે દીક્ષા અંગીકાર કરી. પૂ.શ્રી મોંઘીબાઈ અણગાર બન્યાં. પૂ. શ્રી જડાવબાઈ મ.સ. અને પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ગુરુણીઓએ પૂ.શ્રી મોંઘીબાઈ મ.સ.ને વેણુના નાદ સમી રોચક, પ્રેરક, પ્રભાવક અને મધુર શૈલીમાં સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન અને ઉપદેશ આપ્યાં અને પૂ.શ્રીએ તે જ્ઞાનસંપદા અવધારી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દૂરસુદૂર પ્રાંતોમાં વિચરણ કરી જિનશાસનની શોભા અને શાન વધારી. બરવાળા સં.નાં પરમ વંદનીય વિદુષી એવાં સાધ્વીરત્ના પૂશ્રી મોંઘીબાઈ મ.સ. બરવાળા સંપ્રદાયના પરમ જ્યોતિર્ધર ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મ.સા.નાં અનન્ય ઉપાસક હતાં. પોતાનું શેષ જીવન પૂ.શ્રીએ તપ, જાપ અને સતત સ્વાધ્યાયમાં વિતાવ્યું. ખરેખર! સ્વાધ્યાય સ્વની નજીક લઈ જાય છે અને જે સ્વમાં સ્થિર થાય છે તે જ સ્વસ્થ રહી શકે છે. આવાં મહાવિદુષી પૂ.શ્રી મોંઘીબાઈ મ.સ. ભાવનગર મુકામે સંખના-સંથારાની અંતિમ આરાધના સાથે વિ.સં. ૨૦૪૨ માગશર વદ અમાસના પાવનકારી દિવસે અંતિમ પ્રયાણપંથે પધાર્યા. આપને અમારાં અગણિત વંદન હો! ક્ષમા : આત્માનો સ્વભાવ છે. સાથે.... શ્રદ્ધા અને પુરુષાર્થની પાંખો સફળતાના આભમાં ઉડાડે, પણ પોતાનામાં આસ્થા ન જન્મે ત્યાં સુધી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જન્મી શકે નહીં.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy