SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારનાં અજવાળા ] [ ૧૯૯ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વજન્મની અનુભૂતિઓ અને સ્મૃતિઓને આધારે મૃગાપુત્રે પોતાનાં માતાપિતા પાસે જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા માંગી ત્યારે તેમના માતાપિતાએ પણ મૃગાપુત્રને સંયમના કઠિન માર્ગે ન જવા ઘણું સમજાવ્યા ત્યારે પૂ. હીરાબાએ તો પોતાના પતિ ચીમનભાઈ પાસેથી પોતાના બાળકોની પ્રવજ્યા અંગેનું વચન મેળવી લઈ કઠિન એવા સંયમની અનુમોદના કરી પોતાના જીવનમાં ભવાંતરે પણ સંયમનું સ્થાન નક્કી કરતું ભવનું ભાતું સાથે બાંધી લીધું. પોતે મૃત્યુને મહોત્સવ બનાવવા સાવધાન થયાં. જ્ઞાન-વૈરાગ્ય દ્વારા પોતાના કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી શાશ્વત શાંતિના પરમ પદને પામવા અંતિમ પ્રયાણ આદર્યું. ધન્ય છે એ બન્ને માતાપિતાને. - લોકમાતા નર્મદા નદીને કિનારે વસેલા ગરવી ગુજરાતના ઓઝ નામના ગામની આ વાત છે. જ્યાં અઢારે આલમના વસવાટ વચ્ચે માત્ર એક પૂર્વ સંસ્કારોના સિંચનથી સિંચાયેલું ધર્મનિષ્ઠ એવું આ જૈન કુટુંબ વસતું હતું. તેમાં પૂ. હીરાબાએ આ જગત ઉપરથી વિદાય લીધી અને હવે ચીમનભાઈ પોતાનાં ધર્મપત્નીને દીધેલા વચનને પૂર્ણ કરવા માટે દુઃખમાંથી બેઠા થયાં. મનને વાળીને જાગૃત કર્યું. પોતાના એ નાનકડાં ગામમાં જેનોની વસતી ન હોવાને કારણે સંતોનું આગમન થતું ન હતું. તેથી તેઓ ધર્મને આરાધવા આરાધનાના અવસરને શોધી રહ્યા હતાં. અવસરને અવધાર્યો : ઓઝના એક જૈન પરિવારના શ્રેષ્ઠી શ્રી દલસુખભાઈ શેઠ પર્યુષણ પર્વની આરાધના કરવા રાજકોટ જઈ રહ્યા હતાં. આ તકનો લાભ લઈ શ્રી ચીમનભાઈ તેમની સાથે જોડાયા. અને રાજકોટ પર્યુષણની આરાધના કરી વઢવાણ શહેરમાં ચાતુર્માસ બિરાજતા બા.બ્ર. પૂ.શ્રી ભાતૃચંદ્રજી મ.સા.નાં દર્શનાર્થે ગયા. તેઓશ્રીનાં દર્શન કરતાં શ્રી ચીમનભાઈને પોતાના સંતાનોને આ ગુરુજીને સોંપવાનો વિચાર ફૂર્યો. સંત સમાગમ માત્ર કેવો છે! અજ્ઞાનીને જ્ઞાન મળે, જ્ઞાનીને સમાધાન મળે, દુઃખિયાને સાંત્વન મળે, સુખિયાને બુદ્ધિ મળે. પૂ. હીરાબાના અંતિમ સમયની ભવ્ય ભાવનાની બધી વાત પૂ.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy