SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] [ અણગારનાં અજવાળા દિવસે વૈશાખ વદ ૧૦ના રોજ સંસાર તરફથી મુખ ફેરવી સિદ્ધાંતપ્રેમી પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના ચરણકમળમાં પોતાના જીવનને સમર્પિત કરી સાધકદશાને પ્રાપ્ત કરી અંતરના ઉત્કૃષ્ટ ભાવો સાથે દરિયાપુરી સંપ્રદાયના પરમોપકારી પૂ. શ્રી ભગવાનજી મ.સ.ના મુખેથી રેમિ ભંતેના માંગલ્યકારી પાઠનું શ્રવણ કરી વિમળાબહેન શ્રમણી બની ગયાં. જીવનનું સુકાન ફેરવાઈ ગયું. એક મોડ બદલાયો મંગલકારી માર્ગ તરફનો અને વિમળાબહેનનો. સંસારી મટી શ્રમણી તરીકેનો નવો જન્મ થયો. “આળાવું ધમો ને આબાપુ તેવો” સૂત્ર બનાવી પ્રથમ ચાતુર્માસ પૂ. શ્રી કેસરબાઈ મ.સ.ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર કર્યું. ૧૪મું નાળ તો 'ના સૂત્રને આત્મસાત કરી ૩૨ આગમોનું વાચન અને પાચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ન્યાયના અભ્યાસ સાથે જૈનદર્શનનું ઊંડું અવગાહન કર્યું. પ્રમોદભાવે પ્રવચન પ્રભાવના દ્વારા શાસન પ્રભાવના કરતાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્રમાં અહમદનગર, પૂના, નાસિક, દેવલાલી આદિ ક્ષેત્રોમાં વિચરણ કર્યું. તેમની નીચે ત્રણ શિષ્યાઓ દીક્ષિત થયાં. ઈ.સ. ૪૬-૪૭નાં બે વર્ષ પૂ. શ્રી કેસરબાઈ મ.સ.ના સાન્નિધ્યમાં ગાળી ઈ.સ. ૪૮ થી ૭૯ સુધીનાં વર્ષો પૂ. શ્રી તારાબાઈ મ.સ.ને સમર્પિત કર્યા. તેમના અનન્ય કૃપાપાત્ર બની તત્ત્વજ્ઞાન, આગમજ્ઞાનના ગૂઢ રહસ્યો અને મર્મ મેળવ્યાં. ઈ.સ. ૧૯૮૦ની ૨૫મી માર્ચે પરમોપકારી એવા જેમણે અંતિમ ઘડી સુધી સિદ્ધાંતોની સાથે કોઈ બાંધછોડ કરી નથી, દવા નહીં, ઓટિંગણ નહીં, સાધનોનો ઉપયોગ નહીં વ સિદ્ધાંતોનું ચુસ્ત રીતે પાલન કર્યું એવા પૂ. શ્રી તારાબાઈનો આત્મા પરમાત્મા સાથે વિલિન થવા અંતિમ યાત્રાએ ઊપડી ગયો. ત્યારે પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ગુરુ વિરહના વજ્રઘાત જીરવવા જ્ઞાનનાં ઉપયોગમાં જોડાઈ ગયાં. અગાઉ પાંચ ચાતુર્માસ મુંબઈ કરેલાં. ફરી ત્યાંની ચાહના અને ભાવનાને ધ્યાનમાં રાખી ૬૯ વર્ષની જૈફ ઉંમરે ધીરતા અને વીરતા રાખી મુંબઈનાં પાંચ ચાતુર્માસ કરી પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ઈ.સ. ૧૯૯૭નું ચાતુર્માસ નવસારી કરી ઈ.સ. ૧૯૯૮માં અમદાવાદ નારણપુરા તેઓશ્રીનાં મોટાં ગુરુબહેન પૂ. શ્રી હીરાબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયતને
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy