SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] [ અણગારનાં અજવાળા બંધ કરી લોગસ્સ અને નવકારમંત્રના જાપ ચાલુ રાખ્યા અને શુભ સંદેશો આપતું સુવર્ણમય પ્રભાત ઊગ્યું. પૂ.શ્રી સુશીલાબાઈ મ.સ.ની ગંભીર માંદગી વખતે તેમની ઇચ્છા ન હોવાથી પોતે તેમને હોસ્પિટલમાં ન ખસેડવા માટે મક્કમ રહ્યા. એક વખત વિહારમાં માંસાહાર થતાં ભોજનવાળા ગામમાં રહેવા કરતાં ત્યાંથી થોડે દૂર જંગલમાં એક નાનીશી ઝૂંપડીમાં નીડરતાથી રાતવાસો રહેવાનું પસંદ કર્યું અને સૌની સંભાળ પોતે રાખતાં. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છ ઉપર ભય તોળાતો હતો. બધાંની ત્યાં ન જવાની સમજાવટ છતાં પ્રભુ મહાવીરના ઉપાસકો પાછાં પગલાં ભરે નહીં. અભયના ઉપાસકોને ભય કેવો! એમ વિચારતાં. શ્વાસની સતત અને સખત તકલીફ હોવા છતાં ડોળીના આગ્રહને સ્વીકારતાં નહીં અને સ્થિરવાસ કરતાં નહીં. પારસનો સ્પર્શ : પૂ.શ્રી તારાબાઈ મ.સ.ના જેઠજીના પુત્ર ડૉ. આનંદલાલભાઈ પૂ.શ્રીની બિમારી માટે અને દર્શનાર્થે આવતા ત્યારે તેમના સત્સંગે તેમની ધર્મભાવના મહોરી ઊઠી અને તેમણે ૪૫ ઉપવાસની તપશ્ચર્યા કરી. એક ભાઈને વ્યસનના રાગીમાંથી ધર્માનુરાગી બનાવ્યા. પોતે ગરવાં હતાં, પણ ગર્વિષ્ઠ ન હતાં. સેવાનિષ્ઠ : વિ. સં. ૨૦૦૧ની સાલમાં વઢવાણના ચાતુર્માસમાં પૂ.શ્રી ઝબકબાઈ અને પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયત સમયે તેમણે અને પૂ. શ્રી કેસરબાઈએ ખડેપગે સેવા કરી અને રાતદિવસ તેમને સૂત્ર-સ્વાધ્યાયનું શ્રવણ કરાવતાં. તેમની સેવાર્થે તેઓ વઢવાણમાં પાંચેક વર્ષ સ્થિરવાસ રહ્યા. ઈ.સ. ૨૦૧૩માં પૂ.શ્રી સુશીલાબાઈએ તેમની પાસે દીક્ષા લીધી, જે ત્રીજા શિષ્યા હતાં. ત્યારપછી શિષ્યા નહીં બનાવવાની પ્રતિજ્ઞા લીધી. ઓલવાતો આતમદીપ: વિ. સં. ૨૦૩૦માં અમદાવાદમાં નવરંગપુરાની બોર્ડિંગમાં માંદગી આવી. ૫° તાવ હોવા છતાં પણ સૂત્રોનું વાચન-પાચન ચાલુ રહેતું. ઉપચારની ઉપેક્ષા કરતાં. આચારનું પાલન કરતાં. અંતિમ અવસ્થાએ પણ ક્યારેક જ સૂતાં. તેઓ માનતાં કે આડી-અવળી ગતિમાં જવું હોય તે આડા પડે. ઓઠિંગણ તો તેમણે ક્યારેય લીધું નથી. એક
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy