SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારનાં અજવાળા ] [ ૧૩૯ તેરાપંથીનો પંથ સ્થપાયો. આવા સમયે ફરી આત્મિક અભ્યદય કરવા ધરતી ઉપર એક મહાપુરુષનું અવતરણ થયું. વિપત્તિઓનાં વાદળ ઘેરાય પણ છે અને વિખરાય પણ છે’ પણ તે માટે હંમેશાં સમય અને મહાપુરુષોના આગમનની રાહ જોવી પડે છે. આ બધું છતાં પણ, વિવિધ પ્રકારના આક્રમણો છતાં પણ આર્યદેશની ભૂમિ ઉપર રહેતા આર્યોના હૃદયમાં આંતરિક ધર્મનાં વવાયેલાં બીજ બદલાયાં નથી. તેથી જ મહાવીર સ્વામી જેવા અનેક મહાપુરુષોના સમાજોત્થાનના પ્રયાસો નિષ્ફળ ગયા નથી. માતાનું સ્થાન ? ભગવાન ઋષભદેવના સમયથી સ્ત્રીઓનું એક આગવું સ્થાન રહ્યું છે. માતા મરુદેવા, માતા ત્રિશલા વગેરે માતાઓ માત્ર બાળકોને જન્મ આપનારી માતા નથી. ડો. હોનસને કહ્યું હતું તેમ તેમના સૂક્ષ્મ વિચારોનું મૂળ માતાના પ્રેમભર્યાં હાલરડાંમાં છે. માતા દ્વારા થતા સંતાનના ચારિત્રઘડતર દ્વારા ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. માતાઓનું યોગદાનઃ જૈન ધર્મની શૈલી પુરુષો કરતાં સ્ત્રીઓએ વધુ સ્વીકારી. ભગવાન મહાવીરે ધર્મ આપ્યો તેને સ્ત્રીઓએ વધુ સ્વીકાર્યો. અનુપમા દેવી, ઉજ્જવળકુમારી, હરકુંવર શેઠાણી જેવી સ્ત્રીઓ પ્રભાવક રહી. તેથી જ બાળકના જીવનમાં આવી પવિત્ર માતાઓના, વ્યક્તિત્વનું પાસું ઊપસે છે. અને તેથી જ આવી માતાઓ સમાજને ચરણે આવાં ઉત્તમ પુત્રોની અને સંતાનોની ભેટ ધરી શકે છે. સંસ્કારોનું સિંચન ઃ તેવી જ રીતે વિ.સં. ૧૮૦૯માં જામનગર પાસે પડાણા ગામમાં પિતાશ્રી માણેકચંદ શાહ જેમનું કટુંબ ઓશવાળ જ્ઞાતિનું કહેવાતું, તેમના કુળમાં ખાનદાન અને કુટુંબમાં ઊછરેલાં સુસંસ્કારી એવાં કંકુબાઈની કુખે અજરામરજી સ્વામીનો જન્મ થયો. બાળપણમાં જ એમણે પિતાની છાયાને ગુમાવી. માતા કંકુબાઈએ પિતા અને માતાની એમ બંને ફરજ બજાવી પુત્રમાં ધર્મ, વૈર્ય અને હિંમત અને ઉત્તમ સંસ્કારો રેડી તેને ઉછેરવા લાગ્યાં. તીવ્ર સ્મરણશક્તિ અને કુશાગ્ર બુદ્ધિવાળા એવા પુત્રને લઈને માતા
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy