SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] [ અણગારનાં અજવાળા કૂવામાંથી બહાર આવવા માટે વિનવણી કરતાં ભાઈએ અંતે દીક્ષા દેવાનું વચન આપ્યું. એ જાણતા જ્ઞાતિજનોએ તેમને જ્ઞાતિબહાર મૂક્યા. ગોંડલ સંપ્રદાયના બા. બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ. સા. અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ને ગુરુ તરીકે સ્વીકારેલ. તેઓ જ્ઞાનીધ્યાની હતાં. અક્ષરજ્ઞાનવિહોણાં ધનબહેન ગુરુકૃપાને કારણે જ્ઞાનાવરણીય કર્મનો જબરદસ્ત કર્મનો ક્ષયોપશમ પામ્યા અને તેમને વાંચતાં લખતાં આવડી ગયું. दुल्लह खलु सज्जममीय वीरियं જેમના આત્માને સંસાર પ્રતિ ઉદાસીનતા જાગી છે તેમને વૈભાવિક સુખો પ્રત્યેની વિરક્તી આવી છે. અંતે વડીલબંધુની સહાયતાથી શ્વસુરપક્ષની અનુમતિ મેળવી શ્રી સંઘની વિનંતીને કારણે ચેલા ગામમાં વૈશાખ વદ છઠ્ઠને રવિવારના મંગલ પ્રભાતે પ્રથમ પ્રહરમાં પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ની નિશ્રામાં ધનબહેને દીક્ષા અંગીકાર કરી અને ધનકુંવરબહેન આગારમાંથી અણગાર બન્યાં. પૂ. ગુરુણીનાં સ્વહસ્તે એક સુંદર શિલ્પ કંડારાયું. તેમણે પોતાનો જ્ઞાન-ખજાનો તેમની પાસે ખુલ્લો મૂક્યો. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.એ ઝડપથી શાસ્ત્રોનું, થોકડા, ગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નો તથા તેનાં ફળફળોનું જ્ઞાન, વેદિકશાસ્ત્ર વ. નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. શાસ્ત્રીય સંગીતકળા પણ શીખી લીધી. બીજા અનેક ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પછી જૈન ધર્મનાં સિદ્ધાંતોની તેની સાથે સરખામણી કરી. પોતાની સમ્યકશ્રદ્ધાને દેઢીભૂત કરી. - વિચરણ કરતાંકરતાં પાટણવાવ ગામમાં ઘટાટોપ વૃક્ષથી ઘેરાયેલા માત્રીમ' નામના ડુંગર ઉપર પૂ. ગુરુણી સાથે જતાં ત્યાં સાધના કરતાં અને સાંજે પાછાં ફરતાં તેમ કરતાં ૧૩ મહિના ત્યાં સ્થિરવાસ રહી નીડરતા, આત્મબળની પ્રાપ્તિ, જ્ઞાનની પરિપક્વતા અને અનેક સિદ્ધિઓ તેમના ચરણમાં આળોટવા લાગી. દીક્ષા લીધા બાદ ૧૩ વર્ષ સુધી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ. સાથે રહ્યાં અને તેમની અજોડ સેવા કરી. એક વખત તો જે રાગમાં ખૂબ તાકાત છે એવા દીપક, માલકષ, મલ્હાર રાગ સાધના દ્વારા કંઠસ્થ કરી “ભક્તામર'નો સ્વાધ્યાય માલકૌષ-દીપક રાગમાં કરવા જતાં
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy