SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ત્રઢષભદેવ ભગવાન જગતના આદિ રાજા હતા. તેમણે જુગલ ધર્મ નિવારી જગતને અસિ, મસિ ને કૃષિ નો વહેવાર શીખવાડ્યો. ૧. અસિ ઃ એટલે યુદ્ધ થાય તે વખતે સંરક્ષણ માટે ક્યા હથિયાર જોઈએ એવી શસ્ત્રકળા અને યુદ્ધકલા શીખવાડી. ૨. મસિ : લેખન કળા, તેમાં વાચવું, લખવું, વહેવારમાં કેવી રીતે લેવડદેવડ કરવી વિ. કળા ૩. કૃષિ કેમ ખેતર ખેડવું, ધાન્ય ઉગાડવું, પશુ-પાલન કરવું વિ. લોક વહેવારમાં સ્વમાનપૂર્વક લોકોને જીવવા સ્ત્રીઓની ૬૪ કળા ને પુરુષોની ૭૨ કળા શીખવાડી. તેવી જ રીતે પ્રથમ સાધુ બની સ્વયં દીક્ષા અંગીકાર કરી. મનુષ્ય જીવનને મેળવી ખાવું પીવુ ને હરવું ફરવું કે સંસાર ચક્ર ચલાવવું એ નથી, પણ તેથી આગળ જીવન સફળ બનાવવા આધ્યાત્મિક ગુણો જેવાકે ક્ષમા, નિર્લોભિતા, સરળતા, વિનય, લઘુતા, સત્ય, અહિંસા અચૌર્ય બ્રહ્મચર્ય ને ઉદારતા વિ. ગુણોના વિકાસ માટે સંસાર છોડવાની આવશ્યકતા બતાવી. કરેલા કર્મ ભોગવ્યા વગર જીવનો છૂટકારો થતો નથી. યાને મોક્ષ થતો નથી તે પણ જગતને બતાવ્યું. પોતે જગતના રાજા હતા ત્યારે, પશુઓ ઉભોપાક ન ખાઈ જાય તે માટે જરૂર પડયે મોઢે શીકલી બાંધવાનું આમ જનતાને કહ્યું. પરંતુ કાર્ય પત્યા પછી છોડી દેવાનું કહેતા ભૂલી જતા પશુઓ ભૂખ્યા રહેતા જે અંતરાય કર્મ બાંધ્યું. તે કર્મના ઉદયે એક વરસ સુધી અન્નજળ વગર સમતાભાવે વિચર્યા. આમ જ્યાં સુધી નિર્દોષ ગોચરી ન મળે ત્યાં સુધી ભૂખ તરસનો પરીસહ સહી લોકોને સહિષ્ણુતા કેળવવા શીખવ્યું. જ્યારે અંતરાય કર્મ તુવ્યું કે તરત જ શ્રેયાંસ કુમારને હાથે ઈક્ષરસથી (શેરડી નો રસ) નિર્દોષ ગોચરી વહોરી પારણું કર્યું. એટલે નિર્દોષ ગોચરી ન મળે ત્યાં સુધી ભૂખ તરસ સહેવા જરૂરી છે ને તે અંતરાય કર્મ તુટતા તરત જ પ્રાપ્ત થાય છે. એટલે નિર્દોષ ગોચરી કોને કહેવાય તે પણ જગતને શીખવાડ્યું. તપાધિરાજ વર્ષીતપ (V).
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy