SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તો તસ્સ મિચ્છામિ દુક્કડં. અસંખ્ય પરિષહો સહન કરી ૪૦૦ ઉપવાસનો વર્ષીતપ કરનાર ભગવાન ઋષભદેવ, આણાહારક દશામાં રમતા અને ઝૂલતા ઉગ્ર તપસ્વી દેવાધિદેવ મહાવીર ને સમ્યફ તપના સેવનમાં ખેદનો અંશ પણ ન થયો હોય, એવી દાદા આદિનાથ અને વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે – મને ધિક્કાર છે, એવી નિરભિમાનપણાની ભાવના ભાવવી જોઈએ, તે ભાવના ન ભાવતા લોકોના માન પ્રશંસા, મોટાઈ કે શ્તાધાનું લક્ષ સેવાઈ ગયું હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. તપસ્યા કરતાં દેહ દૂબળો પડે, છતાં અંતરમાં આત્મા સમતાથી ભરેલો છે. માટે આહાર એ જડ શરીરનો ખોરાક છે આત્માનો નહિ એવું લક્ષ હોવા છતાં અશાતાના ઉદયે, નબળાઈના કારણે, આકુળતા કે કષાયનો ભાવ થઈ ગયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. માત્ર વ્યવહાર તપનું લક્ષ રાખ્યું હોય, પારણાના દિવસે આહાર કરતા પહેલા પા ઘડી અણાહારક પદની ભાવના ભાવવાને બદલે આકુળતાથી આહાર સંજ્ઞાની શરણાગતિ સ્વીકારી હોય, આહાર વાપરતી વખતે હર્ષ – રતિ - અરતિ, ખેદ કર્યો હોય, સ-રસ જમણની હોંશ રાખી હોય પ્રતિકૂળ આહાર મળતાં દ્વેષ થયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. સ્વરૂપ લક્ષ તપનું સેવન કરતાં આત્માની સાથે ઉપયોગ ભાવની ઐક્યતા ન થઈ હોય, અને વળી આત્મગુણ પ્રાપ્તિકરણ ધ્યાન, ધારણા, સ્મરણ આદિ પુરુષાર્થ કર્યો ન હોય, સંકલ્પ, વિકલ્પની દશા છૂટી ન હોય તસ્સ મિચ્છામિ દુક્કડં. વર્ષીતપ આદરતી વખતે ગુરુદેવનો સંયોગ હતો. પરંતુ સંયોગવશાત્ વર્ષીતપની પૂર્ણાહુતિ પ્રસંગે વિયોગ થયો હોય હાજર ન રહી શક્યા હોય તેનો સંતાપ થયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. શાતા અશાતાના ઉદયમાં સમભાવપણું ન રહ્યું હોય, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ શ્રાવકના બારવ્રત (સાધુના તપાધિરાજ વર્ષીતપ (૩૫)
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy