SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આલોયણા પ્રથમ માંગલિક ક્લેવું દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો સંબંધ છોડીને અણાહારક પદ પ્રાપ્ત કરવા માટે, સમ્યક તપની આરાધના વડે, જ્ઞાનમાં સ્થિર થતાં, વિભાવ ભાવ અને રાગદ્વેષની ગાંઠ છેદાઈને નાશ પામે તેવું તપનું ફળ પ્રગથ્થુ ન હોઈ, ઈચ્છા નિરોધ તપનું સેવન કરતાં રાગદ્વેષનું સેવન થઈ ગયું હોય અને આત્મસ્વરૂપની વિરાધના થઈ હોય તો અરિહંત, સિદ્ધની સાખે મિચ્છામિ દુક્કડં. શાશ્વત આત્મધર્મના અદભુત વ્યવહાર સમા તપના આચરણમાં મન-વચન અને કાયાથી દોષ લાગ્યો હોયતો મિચ્છામિ દુક્કડં. તપમાં પરભાવની ઉપેક્ષા બુદ્ધિ થવાને બદલે અપેક્ષાવૃતિ થઈ ગઈ હોય. કર્મની નિર્જરા સિવાય રાગાદિ સંકલ્પ કર્યો હોય, તો અરિહંત સિદ્ધ ભગવાન ની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સાધુ સાધ્વીઓ શરીરના રાગાર્થે નહિ પણ સંયમના નિર્વાહ માટે આહાર લે છે. અણાહારક પદ ક્યારે પ્રાપ્ત થાય તેવું લક્ષ હોય છે. આપણાં આત્મવીર્યની નબળાઈને કારણે આવી સ્વરૂપ જાગૃત દશા ન રહી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. બાવીશ પરિષદમાંથી કોઈપણ પરિષહ ઉદયમાં આવે તે વખતે શોક કે ખેદભાવ થયો હોય. મન, વચન, કાયાના યોગે તીવ્ર કષાયભાવથી તપની વિરાધના થઈ હોય તો અરિહંત સિદ્ધ ભગવાન ની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ગુરુદેવ સમીપે વર્ષીતપ આદર્યો તેનું સેવન કરતાં ક્યારેક મારે ઘણું સહન કરવું પડ્યું એવો સંકલ્પ આવ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્માનો સ્વભાવ આહાર લેવાની બંધનવૃતિ રહિત છે. એવો વસ્તુસ્વભાવ નહિ સ્વીકારતા, હું આહારવાળો છું તે પ્રકારે દસ સંજ્ઞામાં રાગ-દ્વેષની એકતા થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. તપનું ફળ સમતા, આત્મસ્થિરતાનું, અને વૈભાવિક વૃતિ તોડવાનું હોય છતાં મનમાં તાપ થયો હોય, શરીરની કૃશતાથી ગ્લાનિ થઈ હોય તપાધિરાજ વર્ષીતપ (૩૪)
SR No.032444
Book TitleTapadhiraj Varshitap
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherViram Devshi Rita
Publication Year2003
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy