SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ આપે ધર્મપત્ની, બે પુત્રો, ચાર પુત્રી, ભત્રીજી વિગેરે બધાને સાથે લઈને સંયમયાત્રા શરૂ કરી પૂજ્યપાદ દાદા ગુરૂદેવ ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન આશિષ-વાસક્ષેપ અને પૂજ્યપાદ ગુરૂદેવ આભશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી, ગુરૂપારતગ્ન્યતા, પરમાત્મપ્રત્યે પૂર્ણશ્રદ્ધા, તપશ્ચર્યા અને જાપને આપે આપનાં તરવાનાં પ્રમુખ સાધન બનાવ્યા. ગૃહસ્થ-જીવનમાં માસખમણ, ૧૬ ઉપવાસ, વરસીતપ, ચત્તારિ-અઃદસ-દોય, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૩, ૯ ઉપવાસ, અનેક અઠ્ઠાઈઓ છઠ્ઠ, અટ્ટમઆદિ તપશ્ચર્યા કરનાર આપ મુનિજીવનમાં પણ તપશ્ચર્યાના ક્ષેત્રે આગળ વધતા રહ્યા. વાકડીયા વડગામ નગરે(રાજ.) ૫૧ ઉપવાસ, ભદ્રતપ,, સિદ્ધિતપ, શ્રેણિતપ, સિંહાસન તપ, અઠ્ઠાઈઓ, અક્રમો, વીરગણધરતપ, ધર્મચક્ર તપ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ સાથે સિદ્ધાચલની ૯૯ યાત્રા, નવપદની ઓળી... એ આપની તપશ્ચર્યા અપ્રમત્તતાનો આદર્શ હતો. ગૃહસ્થજીવનમાં પણ ૩૦મા ઉપવાસે આપ, સૌને ભાવનામાં-પ્રભુભક્તિમાં તન્મય બનાવતાં, ૫૧ ઉપવાસમાં પણ આપ કદી દિવસે ન સૂતાં, તેમ ક્યારેય દિવાલનો ટેકો પણ ન લીધો... જાપ... આપની આંગળી... નવકારવાળી.... આપનું હૃદય... પરમાત્માનું નામ... બધું જ જાણે દિવસે કે રાત્રે એકાકાર હતું... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો, જીવનના છેલ્લા દિવસ સુધી આપ વડીલોનું અને સઘળા સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરવાનું ચૂક્યા નહિં. ચંદયશવિજય ૫૧ ઉપવાસ તપસી મહારાજ, ભક્તિ-વૈયાવચ્ચી મહાત્મા તરીકે આપ સૌના જીભે હતાં અને વાત્સલ્યગુણથી આપ સૌનાં બાપા મહારાજ બન્યાં. આપ શંખેશ્વરદાદાના પરમભક્ત... ગમે તેવા વિકટ સંયોગોમાં
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy