SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં. તેથી સ્ત્રીવેદમાર્ગણામાં આહારકમનુષ્યના-૭ ભાંગા ઘટતા નથી. નપુંસકવેદમાર્ગણા - દેવોને નપુંસકવેદ હોતો નથી અને કેવલીભગવંત અવેદી હોય છે. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવના અને કેવલીના ઉદયસ્થાનો અને ઉદયભાંગ ઘટતા નથી. બાકીના એકેન્દ્રિયાદિના સર્વે ઉદયસ્થાનો અને ઉદયભાંગા ઘટે છે. એટલે નપુસંકવેદમાર્ગણામાં કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી દેવના-૬૪ અને કેવલીના-૮ ભાંગા (કુલ-૭૨ ભાંગા) બાદ કરવાથી ૭૭૧૯ ઉદયભાંગા ઘટે છે. ક્રોધાદિ-૪ માર્ગણાઃ કેવલીભગવંતને કષાયનો ઉદય હોતો નથી. તેથી કષાયમાર્ગણામાં કેવલીભગવંતના ઉદયસ્થાનો અને ઉદયભાંગા ઘટતા નથી. એટલે ક્રોધાદિ કષાયમાર્ગણામાં કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણાઃ સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યકત્વી સંજ્ઞીતિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે. તેથી ચારગતિના સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં મતિજ્ઞાન હોય છે. એકેતુને, વિકલેઇને, લબ્ધિ-અ૫૦ તિર્યંચ-મનુષ્યને મતિજ્ઞાન હોતું નથી અને કેવલીભગવંતને કેવળજ્ઞાન જ હોય છે. અત્યાદિ-૪ જ્ઞાન હોતા નથી. તેથી મતિજ્ઞાનમાર્ગણામાં એકેડના-૪૨ ભાંગા, વિકલેવના-૬૬ ભાંગા, લબ્ધિ-અ૫૦ તિર્યંચના-૨, લબ્ધિ-અપ૦-મનુષ્યના-૨ ભાંગા અને કેવલીભગવંતના-૮ ભાંગા (કુલ-૪૨ + ૬૬+ ૨ + ૨ + ૮ = ૧૨૦ ભાંગા) ઘટતા નથી. એટલે કુલ - ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ઉદયભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ઉદયભાંગા મતિજ્ઞાનમાર્ગણામાં ઘટે છે. ૩૨૭
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy