SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કર્મના ઉદયસ્થાનનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત છે અને ઉપશમશ્રેણીથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. ૮કર્મોનો ઉદય અનાદિકાળથી છે અને અભિવ્યજીવોને અનંતકાળ સુધી ૮ કર્મોનો ઉદય રહેવાનો છે. તેથી અભવ્યની અપેક્ષાએ ૮ કર્મના ઉદયસ્થાનનો કાળ અનાદિ-અનંત કહ્યો છે. ૮કર્મોનો ઉદય અનાદિકાળથી છે પણ ભવ્યજીવોને કાલાન્તરે શ્રેણીમાં ૧૧મા કે ૧૨મા ગુણઠાણે મોહનીયકર્મના ઉદયનો અંત થવાનો છે. તેથી ભવ્યની અપેક્ષાએ ૮ કર્મના ઉદયસ્થાનનો કાળ- અનાદિ-સાંત કહ્યો છે. ' ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મોનો ઉદય હોય છે ત્યાંથી જીવ કાલક્ષયથી પડતાં ૧૦મા ગુણઠાણે આવે છે અથવા ભવક્ષયથી પડતાં ૪થા ગુણઠાણે આવે છે ત્યારે ૮ કર્મોનો ઉદય શરૂ થઈ જાય છે. તે વખતે ૮કર્મના ઉદયની સાદિ થાય છે અને તે જ જીવ ફરીવાર જઘન્યથી અંતર્મુહુર્તકાળ ગયા પછી અને ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધપુદ્ગલપરાવર્ત કાળ ગયા પછી શ્રેણી માંડે છે તે વખતે ૮ કર્મોનો ઉદય સાંત થાય છે એટલે શ્રેણીથી પડેલા જીવની અપેક્ષાએ ૮ કર્મોના ઉદયસ્થાનનો કાળ સાદિ-સાંત કહ્યો છે તે કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે. * ૭ કર્મના ઉદયસ્થાનના સ્વામી ૧૧મા-૧૨માં ગુણઠાણાવાળા જીવો હોય છે. ૭ કર્મના ઉદયસ્થાનનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે જે જીવ ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે એક સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે છે તે જીવ બીજા જ સમયે વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે જ સમયે આઠે કર્મોનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે તે જીવને ૧૧મા ગુણઠાણે ૭ કર્મોનો ૧૬
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy