SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ બાંધે છે ત્યારે દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક = ૩૦ પ્રકૃતિને બાંધે છે અને જિનનામ સહિત આહારકદ્ધિકને બાંધે છે ત્યારે ૨૮ + આહારકકિ + જિનનામ = ૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે એક જીવ એકીસાથે દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે તેથી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન છે. * ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગે દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ થતો નથી. એટલે ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય એક જ યશનામકર્મ બંધાય છે. એટલે એક જીવ એકીસાથે ૨૩/૨૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ પ્રકૃતિને બાંધી શકે છે તેથી નામકર્મના ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન છે. સામાન્યનિયમોઃ (૧) પર્યાપ્તાની સાથે જ પરાઘાત-ઉચ્છ્વાસ બંધાય છે. (૨) અપર્યાપ્તાની સાથે અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ જ બંધાય છે. (૩) તિર્યંચગતિની સાથે જ ઉદ્યોત બંધાય છે. (૪) બાદરપર્યાપ્ત પૃથ્વીકાયની સાથે જ આતપ બંધાય છે. – (૫) સૂક્ષ્મત્રિકની સાથે યશ-આતપ-ઉદ્યોત બંધાતું નથી. (૬) દેવગતિ-નરકગતિની સાથે અપર્યાપ્ત બંધાતું નથી. (૭) દેવગતિની સાથે સમચતુરસ્રસંસ્થાન અને નરકગતિની સાથે હુંડક સંસ્થાન જ બંધાય છે. (૮) એકેન્દ્રિયોને અંગોપાંગ અને સંઘયણ હોતું નથી. તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધની સાથે અંગોપાંગ અને સંઘયણ બંધાતું નથી. (૯) અપર્યાપ્તપ્રાયોગ્ય અને નરકગતિની સાથે પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિ બંધાય છે. (૧૦) દેવગતિની સાથે સુભગત્રિક અને શુભવિહાયોગતિ જ બંધાય છે. ૨૧૫
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy