SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્ધિક, ૬ સંઘયણમાંથી-૧, ૬ સંસ્થાનમાંથી-૧, બે વિહાયોગતિમાંથી-૧, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, સ્થિર-અસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, સુભગદુર્ભગમાંથી-૧, સુસ્વર-દુઃસ્વરમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશઅયશમાંથી-૧. કુલ-૨૯ અથવા ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે સંજ્ઞીતર્યચપ્રાયોગ્ય બંધ કરતી વખતે એક જીવ એકીસાથે ૨૫/ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય રપ/ર૯ ૩૦ (કુલ-૩) બંધસ્થાન છે. * મિથ્યાત્વી કે સાસ્વાદની ચારે ગતિના જીવો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે છે ત્યારે એક જીવ એકીસાથે ર૯ (સંજ્ઞીતિર્યંચની જેમ ૨૯ પ્રકૃતિ કહેવી પરંતુ તિર્યંચદ્ધિકને બદલે મનુષ્યદ્ધિક લેવું) પ્રકૃતિને બાંધે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારક જિનનામને બાંધે છે ત્યારે મનુષ્ય પ્રાયોગ્ય૨૯ + જિનનામ = ૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૫/૨૯/૩) (કુલ-૩) બંધસ્થાન છે. * મિથ્યાત્વી પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિય કે પર્યાપ્ત મનુષ્ય નરકપ્રાયોગ્ય બંધ કરે છે ત્યારે એકજીવ એકીસાથે ધ્રુવબંધી-૯, નરકદ્રિક, પંચે,જાતિ, વૈક્રિયદ્ધિક, હુંડક, અશુભવિહાવે, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, અસ્થિરષક (કુલ-૨૮) પ્રકૃતિને જ બાંધી શકે છે. એટલે નરકમાયોગ્ય૨૮ નું એક જ બંધસ્થાન છે. * ૧ થી ૫ ગુણઠાણા સુધી તિર્યંચો અને ૧ થી ૮મા ગુણઠાણાના દટ્ટા ભાગ સુધી મનુષ્યો દેવપ્રાયોગ્ય બંધ કરે છે, ત્યારે એક જીવ એકીસાથે ધ્રુવબંધી-૯, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્રિક, ૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, સ્થિરઅસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, સુભગત્રિક, યશ-અશમાંથી૧ (કુલ-૨૮) પ્રકૃતિને બાંધે છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય જિનનામને બાંધે છે ત્યારે દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯ પ્રકૃતિને બાંધે છે. અપ્રમત્તસંયમી આહારકદ્ધિકને ૨૧૪
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy