SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમત્તગુણઠાણે આહારકકાયયોગમાં અને આહારકમિશ્નમાં સ્ત્રીવેદ હોતો નથી. કારણ કે પ્રમત્તસંયમી સાધ્વીજી ભગવંતને ચૌદપૂર્વનો અભ્યાસ અને આહારકલબ્ધિ હોતી નથી. એટલે સાધ્વીજી ભગવંત આહારક શરીર બનાવી શકતા નથી. તેથી ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ ઉદયભાંગા થાય છે એટલે આહારકડાયયોગે ૪/૫/૬/૭ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૪૮ + ૪૮ + ૧૬ = ૧૨૮ ભાંગા (૮ ષોડશક) થાય છે. એ જ રીતે, આહારકમિશ્રયોગે પણ ૧૨૮ ભાંગા (૮ ષોડશક) થાય છે. એટલે યોગની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણે કુલ૨૧૧૨ + ૧૨૮ + ૧૨૮ = ૨૩૬૮ ઉદયભાંગા થાય છે. અપ્રમત્તગુણઠાણે-૧૧ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા) અને વૈ૦કા૦ (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે૮ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૮ ચોવીશી = ૮૦ ચોવીશી થાય છે અને ૮૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૧૯૨૦ ઉદયભાંગા થાય છે. આહારકકાયયોગમાં સ્ત્રીવેદ હોતો નથી એટલે આહારક કાયયોગે ૧૨૮ ઉદયભાંગા (૮ ષોડશક) થાય છે એટલે અપ્રમત્તગુણઠાણે યોગની અપેક્ષાએ ૧૯૨૦ + ૧૨૮ = ૨૦૪૮ ઉદયભાંગા થાય છે. * અપૂર્વકરણગુણઠાણામાં મનોયોગ-૪, વચનયોગ-૪ અને ઔકા) (કુલ-૯) યોગ હોય છે. તે દરેક યોગમાં ૪ ચોવીશી થાય છે. એટલે ૯ યોગ ૪ ૪ ચોવીશી = ૩૬ ચોવીશી થાય છે. અને ૩૬ ચોવીશી x ૨૪ ભાંગા = ૮૬૪ ઉદયભાંગા થાય છે. * અનિવૃત્તિગુણઠાણામાં-૯ યોગ હોય છે તે દરેક યોગે ૧૬ ઉદયભાંગા થાય છે. એટલે ૯ યોગx૧૬ ભાંગા=૧૪૪ ઉદયભાંગા થાય છે. * સૂક્ષ્મસંપરાય ગુણઠાણામાં-૯ યોગ હોય છે તે દરેક યોગમાં ૧ ઉદયભાંગો થાય છે. એટલે ૯ યોગx૧ ઉદયભાંગા=૯ ઉદયભાંગા થાય છે. યોગની અપેક્ષાએ ૧ થી ૧૦ ગુણઠાણામાં કુલ ૨૨૦૮ + ૧૨૧૬ + ૯૬૦ + ૨૨૪૦ + ૨૧૧૨ + ૨૩૬૮ + ૨૦૪૮ + ૮૬૪ + ૧૪૪ + ૮ = ૧૪૧૬૯ ઉદયભાંગા થાય છે. ૧૯૯
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy