SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવલોકમાં પુત્રવેદે જ ઉત્પન્ન થાય છે. અને નરકમાં નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે. તેથી ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ ભાંગા જ થાય છે. એટલે સમ્યકત્વગુણઠાણે વૈમિશ્રયોગે ૬/૭/૮/૯ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૪૮ + ૪૮ + ૧૬ = ૧૨૮ ઉદયભાંગા (૮ ષોડશક) થાય છે. સમ્યકત્વગુણઠાણે ઐમિશ્રયોગે સ્ત્રીવેદ અને નપુંસકવેદ હોતો નથી. કારણ કે કોઈપણ સમ્યગ્દષ્ટિ જીવ તિર્યંચ-મનુષ્યમાં પ્રાયઃ પુ.વેદે ઉત્પન્ન થાય છે. તેથી ૪ ક. ૪ ૨ યુ. x ૧ વેદ (પુ.વેદ) = ૮ ભાંગા જ થાય છે. એટલે સમ્યકત્વગુણઠાણે ઔમિશ્રયોગમાં ૬/૮૯ ના ઉદયે ક્રમશઃ ૮+૪+૨૪+૪=૬૪ ઉદયભાંગા (૮ અષ્ટક) થાય છે. સમ્યકત્વગુણઠાણામાં ૧૦ યોગના- ૧૯૨૦, કાર્મણકાયયોગના- ૧૨૮, વૈક્રિય મિશ્રયોગના- ૧૨૮, ઔદારિક મિશ્રયોગના- ૬૪ કુલ- ૨૨૪૦ ઉદયભાંગા થાય છે. * દેશવિરતિગુણઠાણે-૧૧ યોગ હોય છે તે દરેક યોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૧૧ યોગx૮ ચોવીશી = ૮૮ ચોવીશી થાય છે અને ૮૮ ચોવીશી૪૨૪ ભાંગા = ૨૧૧૨ ઉદયભાંગા થાય છે. * પ્રમત્તગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔળકા), વૈ0કા, વૈ૦ મિશ્રયોગ (કુલ-૧૧) યોગમાંથી દરેક યોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૧૧ યોગx૮ ચોવીશી = ૮૮ ચોવીશી થાય છે. ૮૮ ચોવીશી x ૨૪ ભાંગા = ૨૧૧૨ ઉદયભાંગા થાય છે. (૪૦) મલ્લિકુમારી, રામતી, બ્રાહ્મી-સુંદરી, વગેરે જીવો દેવલોકમાંથી સમ્યકત્વગુણઠાણુ લઈને મનુષ્યમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયેલા પણ એવું ક્યારેક જ બનતું હોવાથી, તેની વિરક્ષા કરવામાં આવી નથી. ૧૯૮
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy