SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતમાભાગ જેટલા સર્વઘાતી રસવાળા કર્મદલિકોના બે ભાગ થઇને એકભાગ દર્શનમોહનીયને મળે છે અને એકભાગ ચારિત્રમોહનીયને મળે છે. તેમાં દર્શનમોહનીયને જે ભાગ મળે છે. તે મિથ્યાત્વમોહનીયરૂપે પરિણમે છે અને ચારિત્રમોહનીયને જે કર્મદલિકોનો ભાગ મળે છે. તેના-૧૨ ભાગ થઈને પહેલા ૧૨ કષાય રૂપે પરિણમે છે. તથા બાકીના ઘણા અનંતાભાગ જેટલા કર્મદલિકોના બે વિભાગ થઈને એકભાગ કષાયમોહનીયને મળે છે અને એક ભાગ નોકષાયમોહનીયને મળે છે. તેમાં કષાયમોહનીયને કર્મદલિકનો જે ભાગ મળે છે. તેના-૪ ભાગ થઈને સંક્રોધાદિ-૪ પ્રકૃતિરૂપે પરિણમે છે અને જે નોકષાયમોહનીયને કર્મદલિકનો ભાગ મળે છે. તેના-૫ ભાગ થાય છે. કારણ કે એક જીવ એકસમયે ૩વેદમાંથી કોઈપણ ૧વેદ અને ર યુગલમાંથી કોઇપણ ૧યુગલને જ બાંધે છે. તેથી એકજીવને એકસમયે ૧વેદ+ળયુગલની પ્રકૃતિ+ભય-જુગુપ્સા=૫ પ્રકૃતિ જ બંધાય છે. એટલે નોકષાયના ભાગમાં આવેલા દલિકોના પાંચભાગ થઈને તે સમયે બંધાતી ૫ પ્રકૃતિરૂપે પરિણમે છે. (૫) ચાર આયુષ્યમાંથી કોઇપણ એક જ આયુષ્ય એકભવમાં એકવાર સતત અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. તેથી આયુષ્યકર્મના ભાગમાં જે કર્મદલિકો આવે છે. તે બધા જ તે સમયે બંધાતા આયુષ્યકર્મને મળે છે. (૬) નામકર્મના ભાગમાં જેટલા કર્મદલિકો આવે છે. તેના તે સમયે ગંતિમતિ+શરીર+અંગોપાંગ+બંધન+સંઘાતન+સંઘયણ+ સંસ્થાન-વૈર્ણ બંધ+રે+પર્શ+નુપૂર્વી+વિહાયોગૈતિ+આતપ કે ઉદ્યોતે+પરાર્ધત+ઉદ્યાસ+જિનનામ+Éગુરૂલઘુ+નિર્મા+ઉપર્ધાત+ ત્રસદર્શક કે સ્થાવરદશક...એ ૩૧ પ્રકૃતિમાંથી જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલા ભાગ થાય છે. (૧) ગતિનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે ૪ ગતિમાંથી જે ગતિ બંધાતી હોય, તે ગતિરૂપે પરિણમે છે. (૨) જાતિનામકર્મના ભાગમાં આવેલા દલિકો તે સમયે ૫ જાતિમાંથી જે જાતિ બંધાતી હોય, તે જાતિરૂપે પરિણમે છે. K૨૭૭
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy