SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્કલ્પાનાથી......અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિનો અનંતમોભાગ=૧૦૦૦ અનંત=૧૦૦ માનવામાં આવે, તો.. ' જઘન્યવર્ગણાના એકસ્કંધમાં રહેલા પરમાણુને અનંત=૧૦૦થી ભાગાકાર કરતાં જે સંખ્યા આવે, તે સંખ્યાજઘન્યવર્ગણામાં રહેલા પરમાણુનો અનંતમોભાગ કહેવાય. અહીં જઘન્યવર્ગણાના એક સ્કંધમાં રહેલા અભવ્યથી અનંતગુણ= ૧૦૦૦ પરમાણુને અનંત=૧00થી ભાગાકાર કરતાં ૧૦ આવે છે. એટલે જઘન્યવર્ગણાના એકસ્કંધમાં રહેલા ૧૦૦૦ પરમાણુનો અનંતમોભાગ=૧૦ પરમાણુ છે. પ્રથમ અગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણાનાં એક-એક કંધમાં અભવ્યથી અનંતગુણા-૧=૧૦૦૦-૧=૯૯૯ પરમાણુ હોય છે. અને ઔદારિકગ્રહણયોગ્ય જઘન્યવર્ગણાના એક-એક સ્કંધમાં અભવ્યથી અનંતગુણ=૧૦૦૦ પરમાણુ હોય છે. બીજીવર્ગણાના એક-એક સ્કંધમાં ૧૦૦૧ પરમાણુ હોય છે. ત્રીજીવર્ગણાના એક-એક સ્કંધમાં ૧૦૦ર પરમાણુ હોય છે. ચોથીવર્ગણાના એક-એક સ્કંધમાં ૧૦૦૩ પરમાણુ હોય છે. એ રીતે, પાંચમી વગેરે વર્ગણાના સ્કંધમાં એક-એક પરમાણુ વધવાથી છેલ્લી ઉ૦વર્ગણા=૧૧મી વર્ગણાના એક-એક સ્કંધમાં ૧૦૧૦ પરમાણુ હોય છે. એટલે કે ઉ૦વર્ગણાના એક-એક સ્કંધમાં ૧૦૦૦+૧૦ [અભવ્યથી અનંતગુણ+અનંતમોભાગ]=૧૦૧૦ પરમાણુ હોય છે. (૩) ઔદારિક અગ્રહણયોગ્યવર્ગણા : ઔદારિક શરીરને માટે ગ્રહણયોગ્ય ઉ૦વર્ગણાના સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી [જઘન્ય), બીજી, ત્રીજી વગેરે અભવ્યથી અનંતગુણી વર્ગણા હોય છે. એ વર્ગણામાં રહેલા સ્કંધો જીવને ઔદારિકશરીર બનાવવા માટે ઘણા . પરમાણુવાળા અને સૂક્ષ્મ પડે છે અને વૈક્રિયશરીર બનાવવા માટે થોડા ૨૫૬
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy