SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સેમિr= ઉપર કહેલી પ્રકૃતિના બાકી રહેલા જઘન્યાદિરસબંધ અને બાકીની અધુવબંધી પ્રકૃતિના જઘન્યાદિ-૪ રસબંધ સાદિઅધ્રુવ બે પ્રકારે છે. - વિવેચન :- રસબંધ-૪ પ્રકારે થાય છે. (૧) જઘન્યરસબંધ (૨) અજઘન્યરસબંધ (૩) ઉત્કૃષ્ટરસબંધ (૪) અનુત્કૃષ્ટરસબંધ. કોઇપણ કર્મમાં સૌથી ઓછામાં ઓછો જે રસબંધ થાય છે, તે “જઘન્યરસબંધ” કહેવાય. તેનાથી એક રસાણ અધિક, બે રસાણ અધિક, ત્રણ રસાણ અધિક..એ રીતે, એક-એક રસાણ અધિક કરતાં કરતાં છેલ્લે ઉ૦રસબંધ સુધીના સર્વે રસબંધને “અજઘન્યરસબંધ” કહે છે. કોઇપણ કર્મમાં સૌથી વધુમાં વધુ જે રસબંધ થાય છે તે “ઉત્કૃષ્ટરસબંધ” કહેવાય. તેનાથી એક રસાણ ન્યૂન, બે રસાણ ન્યૂન, ત્રણરસાણ ન્યૂન...એ રીતે, એક એક રસાણ ઓછો કરતાં કરતાં છેલ્લે જવરસબંધ સુધીના સર્વે રસબંધને “અનુત્કૃષ્ટરસબંધ” કહે છે. જઘન્યરસબંધ અને ઉ0રસબંધ એક જ પ્રકારે છે. અજઘન્યરસબંધ અને અનુષ્કૃષ્ટરસબંધ અનંત પ્રકારે છે. શુભધ્રુવબંધી પ્રકૃતિના જઘન્યાદિરસબંધમાં ભાંગા - ક્ષપકશ્રેણીમાં ૮માં ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લાસમયે તદ્યોગ્ય વિશુદ્ધિથી તૈ૦શ૦, કાવશ૦, અગુરુલઘુ, નિર્માણ અને શુભવર્ણાદિ-૪નો ઉત્કૃષ્ટરસબંધ થાય છે. તે સિવાયના સર્વ કાળે તૈજસાદિનો અનુત્કૃષ્ટરસબંધ થાય છે. એટલે ઉપશમશ્રેણીમાં ઉપશમક ૮માં ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લા સમયે તૈજસાદિનો અનુત્કૃષ્ટરસબંધ કર્યા પછી અબંધક થઈને ૧૧મા ગુણઠાણાથી પડીને ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગે આવીને ફરીથી તૈજસાદિનો અનુત્કૃષ્ટરસબંધ કરે છે. તે વખતે અનુત્કૃષ્ટરસબંધની સાદિ થાય છે અને જે જીવ ૮માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી નથી આવ્યો, તે જીવને તૈજસશરીરાદિ-૮ પ્રકૃતિનો અનુત્કૃષ્ટરસબંધ અનાદિકાળથી ચાલુ છે, તેથી તે જીવની અપેક્ષાએ તૈજસાદિનો અનુત્કૃષ્ટરસબંધ અનાદિ છે અને * ૨૪૫)
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy