SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મરીને દેવમાં જ ઉત્પન્ન થવાના હોવાથી ૩ પલ્યોપમ સુધી સતત દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. એટલે ઉત્કૃષ્ટથી દેવદ્ધિક અને વૈક્રિયદ્રિકનો સતતબંધકાળ ૩ પલ્યોપમ છે અને તે પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી જઘન્યથી બંધકાળ ૧ સમય છે. તિર્યંચગત્યાદિ-૯ પ્રકૃતિનો સતતબંધકાળ :समयादसंखकालं तिरिदुगनीएसु आउ अंतमुहू । उरलि असंख परट्टा, सायठिई पुव्वकोडूणा ॥ ५९॥ समयादसङ्ख्यकालं तिर्यग्द्विकनीचैरायु:ष्वन्तर्मुहूर्तम् । औदारिकेऽसंङ्ख्यपरावर्ताः सातस्थितिः पूर्वकोटिरूना ॥ ५९॥ ગાથાર્થ તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો સતતબંધકાળ એકસમયથી માંડીને અસંખ્યકાળ છે. આયુષ્યકર્મનો સતતબંધકાળ અંતર્મુહૂર્ત છે. ઔદારિકશરીરનો સતતબંધકાળ અસંખ્યપુદગલે પરાવર્ત [અનંતકાળ]. છે અને શાતા વેદનીયનો સતતબંધકાળ દેશોનપૂર્વકોડવર્ષ છે. વિવેચન -તિર્યચદ્ધિક અને નીચગોત્ર જઘન્યથી એક જ સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યલોકના આકાશપ્રદેશ જેટલા સમય સુધી સતત બંધાય છે અને કાળની અપેક્ષાએ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી સતત બંધાય છે. કારણ કે તેઉકાય અને વાઉકાય ભવસ્વભાવે જ તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે અને તે બન્નેની સ્વકાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. એટલે કે વાયુકાયમાંથી નીકળેલો જીવ ફરી ફરીને વાયુકાયમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી જન્મે છે અને તેઉકાયમાંથી નીકળેલો જીવ ફરી ફરીને તેઉકાયમાં અસંખ્યઉત્સર્પિણી-અવસર્પિણી સુધી જન્મે છે. તેથી તે જીવો ઉત્કૃષ્ટથી અસંખ્યઉત્સર્પિણી-અવસર્પિણી સુધી તિર્યંચપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. એટલે તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો સતતબંધકાળ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળચક્ર કહ્યો છે. આયુષ્યનો સતતબંધકાળ :આયુષ્યકર્મ એક ભવમાં એક જ વાર જઘન્યથી કે ઉત્કૃષ્ટથી ૧૮૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy