SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ अविरतसम्यग्दृष्टिस्तीर्थं आहारकद्विकामरायुषश्च प्रमत्तः मिथ्यादृष्टिर्बध्नाति ज्येष्ठस्थितिं शेषप्रकृतीनाम् ॥ ४२ ॥ ગાથાર્થ ઃ- અવિરતસમ્યગ્દષ્ટિમનુષ્ય તીર્થંકરનામકર્મનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. પ્રમńસંયતમુનિ આહારકદ્રિક અને દેવાયુનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. બાકીની પ્રકૃતિનો ઉ૰સ્થિતિબંધ મિથ્યાર્દષ્ટિજીવો કરે છે. વિવેચનઃ- ગ્રંથકાર ભગવતે ગાથાનં૦૫૨માં કહ્યું છે કે, બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી મનુષ્યાયુ, દેવાયુ અને તિર્યંચાયુની ઉ૰સ્થિતિ તદ્યોગ્ય [ત પ્રકૃતિના ઉ સ્થિતિબંધને યોગ્ય] વિશુદ્ધિથી બંધાય છે. અને બાકીની ૧૧૭ પ્રકૃતિની ઉસ્થિતિ તદ્યોગ્યસંક્લેશથી કે અતિસંક્લેશથી બંધાય છે. એ નિયમાનુસારે જિનનામના ઉ સ્થિતિબંધને યોગ્ય સંક્લેશથી અવિરતસમ્યગ્દષ્ટિમનુષ્ય જિનનામનો ઉ∞સ્થિતિબંધ કરે છે અને આહારકદ્ધિકના ઉસ્થિતિબંધને યોગ્ય સંક્લેશથી અપ્રમત્તમુનિ આહારકદ્વિકનો ઉ∞સ્થિતિબંધ કરે છે. તથા દેવાયુના ઉ૰સ્થિતિબંધને યોગ્ય વિશુદ્ધિથી પ્રમત્તસંયમી દેવાયુનો ઉŌસ્થિતિબંધ કરે છે. સ્થિતિબંધસ્થાનો [સ્થિતિસ્થાનો] ઃ એકસમયે એકીસાથે જેટલી સ્થિતિ બંધાય, તે એક સ્થિતિબંધસ્થાન [સ્થિતિસ્થાન] કહેવાય. પોતપોતાના જઘન્યસ્થિતિબંધથી માંડીને ઉ∞સ્થિતિબંધ સુધીના જેટલા સ્થિતિભેદો થાય તેટલા સ્થિતિબંધસ્થાનો હોય છે. જેમ કે, મિથ્યાષ્ટિજીવ અત્યંતતીવ્ર કષાયોદયજન્ય પરિણામથી જ્ઞાનાવરણીયાદિ કર્મોની જે ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે, તે સૌથી પ્રથમ ઉત્કૃષ્ટસ્થિતિબંધસ્થાન કહેવાય. સમયન્યૂન ઉ0સ્થિતિ બાંધે છે. તે બીજું સ્થિતિબંધસ્થાન કહેવાય. બે સમયન્યૂન ઉસ્થિતિ બાંધે છે. તે ત્રીજું સ્થિતિબંધસ્થાન કહેવાય. એ રીતે, એક-એક સમય ઓછો કરતાં કરતાં આગળ વધવાથી સૂક્ષ્મસં૫રાયગુણસ્થાનકના છેલ્લા સમયે અત્યંતમંદકષાયોદયવાળો જીવ જે જઘન્યસ્થિતિ બાંધે છે તે સૌથી છેલ્લું જઘન્યસ્થિતિબંધસ્થાન કહેવાય. એટલે ઉ∞સ્થિતિબંધથી માંડીને જસ્થિતિબંધ સુધીના જેટલા સ્થિતિભેદો થાય છે. તેટલા સ્થિતિબંધસ્થાનો થાય છે. કુલ “અસંખ્યસ્થિતિબંધસ્થાનો” છે. ૧૧૭
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy