________________
પ્રશ્ન :- (૩૬) કઈ માણામાં આયુષ્યકર્મ બંધાતુ નથી ? જવાબ - વૈક્રિયમિશ્રયોગ, કાર્મણકાયયોગ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, ઉપશમસમ્યકત્વ, મિશ્રસમ્યકત્વ અને અણાહારી માર્ગણામાં આયુષ્યકર્મ બંધાતુ નથી. પ્રશ્ન :- (૩૭) કઈ માર્ગણામાં જિનનામકર્મ બંધાતુ નથી ? જવાબ :- પંકપ્રભાદિ-૪ નરક, ભવનપત્યાદિક ત્રણ નિકાયના દેવ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, કેવળજ્ઞાન, ત્રણ અજ્ઞાન, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર, કેવળદર્શન, અભવ્ય, અસંશી, મિશ્રસમ્યકત્વ, સાસ્વાદન અને મિથ્યાત્વમાર્ગણામાં જિનનામકર્મ બંધાતું નથી. પ્રશ્ન :- (૩૮) પતંગીયાનું બંધસ્વામિત્વ જણાવો ? જવાબ - પતંગીયુ મરીને દેવ કે નરકમાં ઉત્પન્ન થતું નથી. તેથી દેવનરક પ્રાયોગ્ય દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિકને બાંધતું નથી અને વધુમાં વધુ બીજા ગુણસ્થાનક સુધી જ જઈ શકે છે. ત્રીજા વગેરે ગુણઠાણાને પ્રાપ્ત કરી શકતું નથી. તેથી જિનનામ અને આહારકદ્ધિકને બાંધતું નથી. એટલે પતંગીયુ ઓધે અને મિથ્યાત્વે ૧૨૦માંથી દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્ધિક, જિનનામ અને આહાદ્ધિક વિના ૧૦૯ પ્રકૃતિને બાંધી શકે છે. સાસ્વાદને ૧૦૯ માંથી સૂક્ષ્માદિ-૧૩ વિના ૯૬ (મતાંતરે૯૪) પ્રકૃતિને બાંધી શકે છે. પ્રશ્ન :- (૩૯) કેટલી માર્ગણામાં દેવાયુષ્ય બંધાય છે ? જવાબ :- મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, કેવળજ્ઞાન વિના ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, પરિહારવિશુદ્ધિ, કેવળદર્શન વિના ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સાયિક, સંશી, અસંજ્ઞી અને આહારી એમ કુલ-૪૪ માર્ગણામાં દેવાયુષ્ય બંધાય છે.
૨૭૨