SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ * કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, આહારપર્યાપ્તિથી માંડીને ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચે નિદ્રાનો ઉદય જ હોય છે. ત્યારપછી ઉદય-ઉદીરણા બન્ને હોય છે. * કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો ઉદય હોતો નથી. તેથી મિશ્ર યોગમાર્ગણામાં ૧૦૧માંથી નિદ્રાપંચક બાદ કરતાં ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. તેથી ઔમિશ્રયોગમાં ૧૦૧માંથી થીણદ્વિત્રિક બાદ કરતાં ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કેટલાક આચાર્ય મ.સા. નું એવું માનવું છે કે, જ્યાં સુધી સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે એ મતાનુસારે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૧૦૧ + પરાઘાતાદિ - ૮ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૧-૨-૪-૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :सम्मजिणा विण मिच्छे, मिच्छापजत्तसुहुमसाहारं । पणनिद्दा विण साणे, सम्मे सम्मसहियाऽसीइ ॥ ४५ ॥ (२४) यावदाहारशरीरेन्द्रियपर्याप्तयस्तावन्निद्राणामुदयः एतदूर्ध्वं उदीरणासहचरोभवत्युदयः [પંચસંગ્રહ, તાર-૫, ગાથા નં. ૧૦૦ની સ્વપજ્ઞ ટીકા] (૨૫) નક્કીપ રદિય મોરાત્રિની મપmત્તો पज्जत्ते ओरालो वेउव्विय मीसगो वा वि ॥ ७ ॥ તિર્યંચ-મનુષ્યને લબ્ધિ અને કરણથી અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશ્રયોગ હોય છે અને પર્યાપ્તાવસ્થામાં ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રયોગ હોય છે. [પંચસંગ્રહનું પહેલું દ્વાર] ૧૪૦
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy