________________
પુદ્ગલપરાવર્તકાળથી પણ ઘણો વખત સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય, તે અચરમાવર્તકાળવર્તી ભવ્યજીવ કહેવાય છે. અભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોવાથી ચરમાવર્તમાં પ્રવેશી શકતા નથી. તેથી તેઓ અચરમાવર્તકાળવર્તી કહેવાય છે.
અચરમાવર્તકાળવર્તી જીવો સહજભાવમલની (અનાદિકાલીન રાગદ્વેષના પરિણામની) બહુલતાને કારણે મોક્ષ સન્મુખ થઈ શકતા નથી. જેમ આપણને પેટમાં પુષ્કળ મળ હોય ત્યાં સુધી સારામાં સારા મિષ્ટાન્ન તરફ દ્વેષભાવ થયા કરે છે. તેમ તેઓને સહજભાવમલની બહુલતાને કારણે મોક્ષ, મોક્ષના સાધકો અને મોક્ષના સાધનો પ્રત્યે દ્વેષભાવ થયા કરે છે. તેથી તેઓ મોક્ષ સન્મુખ થઈ શકતા નથી. તે વખતે તેઓને મોક્ષાદિ ઉપાદેય તત્ત્વોમાં હેય અને સંસારાદિ હૈય તત્ત્વોમાં ઉપાદેયની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે તેઓ સર્વજ્ઞ કથિત વચનોથી તદદન વિપરીત (મિથ્યા) દૃષ્ટિવાળા હોવાથી ગાઢમિથ્યાર્દષ્ટિ કહેવાય છે. તેઓનું જે ગુણસ્થાનક છે. તે “ગાઢમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક' કહેવાય છે.
(૨) મંદમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક :- (આત્મિકવિકાસયાત્રાનો પ્રારંભ)
ભવ્ય જીવ જ્યાં સુધી અચરમાવર્તકાળમાં હોય ત્યાં સુધી ગાઢમિથ્યાદૃષ્ટિ હોય છે. પછી કાળ પસાર થતાં જ્યારે તે ચરમાવર્તમાં આવે છે. ત્યારે “સહજ ભાવમલ હૂસ્ય (અનાદિકાલીન રાગદ્વેષનો પરિણામ મંદ) થતાંની સાથે જ મિથ્યાત્વભાવમાં મંદતા આવી જાય છે. તેથી તે મંદ મિથ્યાર્દષ્ટિ કહેવાય. મંદમિથ્યાર્દષ્ટિને જે ગુણસ્થાનક હોય છે, તે “મંદમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક' કહેવાય.
અચરમાવર્તકાળમાં જીવ ભવાભિનંદી હોય છે. એટલે આત્મિક વિકાસ થતો નથી. પણ, ચ૨માવર્તમાં આવ્યા પછી સહજભાવમલ હ્રસ્વ થયા પછી જીવ ‘અપુનબંધક’” અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે વખતે કાંઈક અંશે આત્મિકગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. ત્યાંથી જીવની આત્મિકવિકાસ
યાત્રા શરૂ થાય છે.
માંજુવાનન
મંદમિથ્યાદ્ગષ્ટિ-ગ
LAA
દેશવિરત ગુણાતન
Velot
માતપણસ્થાનન
Sajencion ૬૮