________________
સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળીને પૃથ્યાદિ વ્યવહારને પામતા નથી ત્યાં સુધી તે “અવ્યવહારરાશિવાળા' કહેવાય છે અને જે જીવો અવ્યવહારરાશિમાંથી બહાર નીકળીને પ્રથમવાર જ પૃથ્યાદિમાં ઉત્પન્ન થાય છે તે જીવો પૃથ્યાદિ વ્યવહારને છે. પામતા હોવાથી “વ્યવહારરાશિવાળા' કહેવાય છે.
અવ્યવહા૨૨ાશિમાં રહેલા ભવ્ય-અભવ્ય અને જાતિભવ્ય જીવોમાંથી જાતિભવ્યજીવો ક્યારેય અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવી શકતા નથી.” અને કોઈ પણ એક મનુષ્ય પોતાના સકલકર્મોનો ક્ષય કરીને મોક્ષમાં જાય છે ત્યારે અવ્યવહારાશિમાં રહેલા ભવ્ય કે અભવ્યમાંથી કોઈપણ એક જીવ વ્યવહારરાશિમાં આવે છે. વ્યવહારરાશિમાં આવેલા ભવ્યજીવોમાંથી પણ જે ભવ્યજીવો વધુમાં વધુ એક પુદ્ગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષમાં જવાના હોય, તે ચરમાવર્તકાળવર્તી ભવ્ય જીવો કહેવાય છે અને જે ભવ્યજીવને એક ૫. અવ્યવહારરાશિમાંથી પહેલીવાર બહાર નીકળતો જીવ પૃથ્યાદિમાં ઉત્પન્ન થઈ શકે છે. (દ્રવ્યલોક પ્રકાશ સર્ગ. ૪ માં શ્લોક નં. ૬૫)
૬. (૧) જે જીવો મોક્ષ પામવાની યોગ્યતાવાળા હોય, તે ભવ્ય કહેવાય. અને
(૨) જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોય, તે અભવ્ય કહેવાય. જેમ ગાય અને ઊંટડીનું દૂધ, દૂધરૂપે એક સરખું હોવા છતાં ગાયના દૂધમાં દહીં બનવાની યોગ્યતા છે. અને ઊંટડીના દૂધમાં દહીં બનવાની યોગ્યતા નથી. તેમ દરેક જીવો જીવરૂપે એક સરખા હોવા છતાં જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા હોય, તે ભવ્ય કહેવાય. અને જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોય, તે અભવ્ય કહેવાય.
ક્યારેય
(૩) જે જીવો મોક્ષ પામવાની યોગ્યતાવાળા હોવા છતાં સિદ્ધિપદને માટે જરૂરી સામગ્રી ન મલવાથી મોક્ષ પામી શકતા નથી તે જાતિભવ્ય કહેવાય. જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલી માટીમાં ઘટ બનવાની યોગ્યતા છે પણ ત્યાં કુભાર, ચક્ર, દંડ વગેરે સામગ્રી ન મલવાથી ઘટ તૈયાર થવાનો જ નથી. તેમ દરેક ભવ્ય જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા છે. પણ જે ભવ્ય જીવો અવ્યવહા૨ાશિમાંથી બહાર નીકળીને વ્યવહારરાશિમાં આવી શકતા ન હોવાથી, તેઓને સિદ્ધિપદને માટે જરૂરી સામગ્રી મલી શકતી નથી. તેથી તે જીવો ભવ્ય હોવા છતાં, પણ ક્યારેય મોક્ષમાં જઈ શકતા નથી તેથી તે જાતિભવ્ય કહેવાય છે.
૬૦
મિથ્યાત્વગુણસ્થાનક
દેશવિનંતી દાસ્તાનન
સભ્ય ગુણવતા
અપ્રમાણિરાવાય
પ્રમાણઘાતક
ગાઢમિથ્યાસૃષ્ટિ