________________
કાળામેશ જેવા કપડાને (મસોતાને) સાબુ લગાવીને, મસળવાથી જેમ જેમ કપડાની કાળાશ ઓછી થતી જાય છે તેમ તેમ કપડાનો સ્વાભાવિક રંગ ખૂલતો જાય છે. એ રીતે, અનાદિકાળથી કર્મકાદવથી લેપાયેલા આત્માને સમ્યગૂજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ધર્મ દ્વારા તપાવવાથી જેમ જેમ મમમલ ઓછો થતો જાય છે તેમ તેમ આત્મા શુદ્ધ થવાથી જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલતા જાય છે. એટલે જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી જીવની જુદા જુદા પ્રકારની અવસ્થાને ગુણસ્થાનકર કહે છે. ગુણસ્થાનકની સંખ્યા :
જીવ ઉપર ચઢી રહ્યો હોય છે ત્યારે જેમ જેમ વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલતા જાય છે. જ્યારે જીવ ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે જ્ઞાનાદિગુણો સંપૂર્ણ ખુલી જાય છે. એટલે અત્યંત અલ્પ જ્ઞાનાદિગુણવાળા સૂક્ષ્મનિગોદીયા જીવથી માંડીને અનંતજ્ઞાનાદિમય કેવળીભગવંત સુધીની જ્ઞાનાદિગુણના વિકાસને જણાવનારી જીવની અવસ્થાઓ અસંખ્ય પ્રકારે છે તેથી ગુણસ્થાનક અસંખ્ય પ્રકારે થાય. પરંતુ તે સર્વ પ્રકારોને સામાન્ય મનુષ્ય સમજી શકે નહીં. એટલે મહાપુરુષોએ જ્ઞાનાદિગુણના વિકાસને જણાવનારી જુદા જુદા પ્રકારની આત્મિક અવસ્થાનું વર્ગીકરણ કરીને, તે સર્વેનો મિથ્યાત્વદર્શનાદિ કાર્યની અપેક્ષાએ ૧૪ વિભાગમાં સમાવેશ કરીને, મોક્ષમહેલની સીડીના પગથીયારૂપ ગુણસ્થાનકોની સંખ્યા “ચૌદ” કહી છે. ૨. અહીં “સ્થાન” શબ્દ અધિકરણવાચી નથી પરંતુ ભદદર્શક છે. એટલે જ્ઞાનાદિગુણોની ન્યૂનાધિકતાને જણાવનારી (ભદદર્શક) આત્મિક અવસ્થાને ગુણસ્થાનક કહેવાય છે. જેમ ચૈતન્યવિકાસને જણાવનારી જીવની જુદા જુદા પ્રકારની અવસ્થાને જીવસ્થાનક કહે છે તેમ જ્ઞાનાદિગુણો ના વિકાસને જણાવનારી આત્માની જુદા જુદા પ્રકારની અવસ્થાને ગુણસ્થાનક કહે છે.
અયોગીકવલીનુણસથાds સચોગીકેવલીગુણાન) લીણમોગુણસ્થાન) ઉપ સાતમોગુણસ્થાન સૂમસંપરા ગુણસ્થાન અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વગુણસ્થાનક અમમ ગુણસ્થાનક
જી પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક કqશણસ્થાનકે
મિથ્યાત્વગુણસ્થાનક
કo૫