________________
ગુણસ્થાનકનું સ્વરૂપ :
मिच्छे सासणमीसे अविरयदेसे पमत्त अपमत्ते ।
निअट्टि अनिअट्टि सुहुमुवसम खीण सजोगिअजोगिगुणा ॥ १ ॥ मिथ्या सास्वादनो मिश्रोऽविरतो देशः प्रमत्तोऽप्रमत्तः નિવૃત્તિરનિવૃત્તિ: સૂક્ષ્મ ૩પશમ: ક્ષીળ: સયોની-ત્રયોનીમુળ: ॥ ૨ ॥ ગાથાર્થ :- (૧) મિથ્યાર્દષ્ટિ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતસમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમતસંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મસંપરાય (૧૧) ઉપશાંતમોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગીકેવળી અને (૧૪) અયોગીકેવળી.... એ ૧૪ ગુણસ્થાનક છે.
I
વિવેચન :- દરેક વસ્તુ સ્વાભાવિક રીતે જ પોત-પોતાના ગુણથી યુક્ત હોય છે. જેમ કડવાશયુક્ત લીંબડો, મીઠાશયુક્ત સાકર, તીખાશયુક્ત મરચું છે તેમ જ્ઞાનાદિગુણયુક્ત આત્મા છે. પણ આત્માના જ્ઞાનાદિગુણો અનાદિકાળથી કર્મદ્વારા ઢંકાયેલા છે. જો કે સદાકાળને માટે કર્મોનું આવરણ એક સરખું હોતું નથી. તેમાં વધ-ઘટ થયા કરે છે. જ્યારે કર્મમલ વધારે હોય ત્યારે જ્ઞાનાદિગુણો અલ્પાંશે ખુલ્લા હોય છે અને જ્યારે કર્મમલ ઓછો હોય ત્યારે જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલ્લા હોય છે. એટલે જ્ઞાનાદિગુણોનું ઓછા-વધતા અંશે પ્રગટ થવું, તે ગુણસ્થાનક કહેવાય. ૧. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે. પરંતુ મોહનીયકર્મના ક્ષયોપશમ વિના માત્ર જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આત્મિકવિકાસ થતો નથી અર્થાત્ ગુણસ્થાનકે ચઢાણ થતું નથી. જ્યારે અભવ્યને જ્ઞાનાવરણીયકર્મનો તીવ્રક્ષયોપશમ હોય છે ત્યારે જ્ઞાનગુણ અધિકાંશે ખુલ્લો હોય છે. તેથી તે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે છે પરંતુ આત્મિકવિકાસ થતો નથી. અને માતૃષ-મારુષ મુનિનો જ્ઞાનગુણ અલ્પાંશે જ ખુલો હોવા છતાં મોહનીયકર્મના ક્ષયોપશમથી સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને મોક્ષમાં પહોંચી ગયા. એટલે મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનગુણઅધિકાંશે અને પ્રમતઅપ્રમતે જ્ઞાનગુણ અલ્પાંશે ખુલો હોઈ શકે છે. માટે ગુણસ્થાનકની કલ્પના મુખ્યતયા જ્ઞાનાદિગુણ પર આધારિત નથી. પરંતુ મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય માધ્યસ્થ્ય, સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિ, વીતરાગતા, કેવળજ્ઞાન વગેરે આત્મિકગુણો પર આધારિત છે. એટલે માધ્યસ્થ્ય, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે આત્મિકગુણો વિકાસ પામતા જાય છે તેમ તેમ જીવનું ગુણસ્થાનકે ચઢાણ થતું જાય છે.
૬૪