________________
નાશ પામી જાય છે. અને જ્યારે શોક-અરતિનું ઉદયપ્રાસંનિષેકનું દલિક શોક-અરતિનો અનુભવ કરાવતું હોય ત્યારે હાસ્ય-રતિનું ઉદયપ્રાપ્તનિષેકનું દલિક હાસ્ય-રતિનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક શોક-અરતિમાં સંક્રમીને પરરૂપે = શોક-અરતિરૂપે ફળનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે. તેથી ઉદય ૨ પ્રકારે કહ્યો છે... (૧) વિપાકોદય.... (૨) પ્રદેશોદય..... (૧) વિપાકોદય :| કર્મદલિકોને સ્વરૂપે (પોતાના મૂળસ્વભાવે) ભોગવવા, તે વિપાકોદય કહેવાય છે. જેમ કે, શાતાવેદનીયકર્મ સુખનો અનુભવ કરાવતું હોય ત્યારે શાતાનો વિપાકોદય કહેવાય..... (૨) પ્રદેશોદય :
- અનુદયવાળી કર્મપ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકના સંપૂર્ણ કર્મલિકો સજાતીય ઉદયવાળીકર્મપ્રકૃતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પરરૂપે (ઉદયવાળી પ્રકૃતિરૂપે) ભોગવવા, તે પ્રદેશોદય કહેવાય છે.
જેમ કે, ચિરાનં.૧૦માં બતાવ્યા મુજબ અનુદયવાળી અશાતાવેદનીયકર્મના ઉદય પ્રાપ્તનિષેકમાં રહેલા સંપૂર્ણ કર્મદલિકોને સજાતીય ઉદયવાળી શાતાના ઉદય સમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને શાતારૂપે (પરરૂપે) ભોગવવા, તે “અશાતાનો પ્રદેશોદય” કહેવાય છે.
* જે પ્રકૃતિ સ્વરૂપે ભોગવાતી હોય, તે ઉદયવતી કહેવાય.. જેમ કે, જે સમયે શાતાવેદનીયકર્મ સુખનો અનુભવ કરાવતી હોય, તે સમયે શાતાવેદનીય ઉદયવતી કહેવાય છે.
જે કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક સજાતીય ઉદયવતીના ઉદયસમયમાં સંક્રમીને, પરરૂપે ભોગવાતું હોય, તે પ્રકૃતિ અનુદયવતી કહેવાય છે. જેમ કે, જે સમયે શાતા, સુખનો અનુભવ કરાવતી હોય, તે સમયે અશાતાવેદનીયનું ઉદયપ્રાપ્તનિષેકનું સંપૂર્ણ કર્મલિક સ્તિબુકસંક્રમથી ઉદયવતી શાતાના ઉદયસમયમાં સંક્રમીને, પરરૂપે = શાતારૂપે ભોગવાય છે. તેથી તે સમયે અશાતા અનુદયવતી કહેવાય છે.
અનુદયવતી કર્મપ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકના સંપૂર્ણ કર્મદલિકો ઉદયવતીપ્રકૃતિના ઉદયસમયમાં સંક્રમી જવા, તે સ્ટિબુકસંક્રમ કહેવાય....
(૩૯)