________________
ઉદયવિવિધ
કર્મના ફળનો અનુભવ કરવો, તે “ઉદય'' કહેવાય.....
કોઈપણ સંશીને સત્તામાં રહેલા દરેક કર્મના ઓછામાં ઓછા અંતઃકોડાકોડી સાગરોપમના જેટલા સમય થાય, તેટલા નિષકો હોય છે અને વધુમાં વધુ પોત-પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે. તે દરેક કર્મની નિષેકરચનામાંથી નીચેની એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક ફળનો અનુભવ કરાવીને નાશ પામી રહ્યું છે. તે વખતે એક જીવ એકી સાથે પરસ્પર વિરોધીકર્મના ફળને સ્વરૂપે ભોગવી શકતો નથી. કારણ કે એક માણસ જ્યારે સુખનો અનુભવ કરતો હોય ત્યારે દુઃખનો અનુભવ કરી શકતો નથી અને જ્યારે દુઃખનો અનુભવ કરતો હોય ત્યારે સુખનો અનુભવ કરી શકતો નથી. એટલે જ્યારે શાતાના ઉદયપ્રાપ્તનિષેકમાં રહેલું દલિક સુખનો અનુભવ કરાવતું હોય છે ત્યારે અશાતાના ઉદયપ્રાપ્તનિષેકનું દલિક દુ:ખનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક શાતામાં સંક્રમીને પરરૂપે = શાતારૂપે ફળનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે અને જ્યારે અશાતાના ઉદયપ્રાપ્તનિષેકનું દલિક દુઃખનો અનુભવ કરાવતું હોય ત્યારે શાતાના ઉદયપ્રાપ્તનિષેકનું દલિક સુખનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક અશાતામાં સંક્રમીને પરરૂપે અશાતારૂપે ફળનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે.
=
એ જ રીતે, એક માણસ જ્યારે હાસ્ય-રતિનો અનુભવ કરતો હોય ત્યારે શોક-અરતિનો અનુભવ કરી શકતો નથી અને જ્યારે શોકઅતિનો અનુભવ કરતો હોય ત્યારે હાસ્ય-રતિનો અનુભવ કરી શકતો નથી. તેથી જ્યારે હાસ્ય-રતિનું ઉદયપ્રાપ્તનિષેકનું દલિક હાસ્ય-રતિનો અનુભવ કરાવતું હોય ત્યારે શોક-અતિના ઉદયપ્રાપ્ત નિષેકનું દલિક શોક-અતિનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક હાસ્યરતિમાં સંક્રમીને પરરૂપે = હાસ્ય-રતિરૂપે ફળનો અનુભવ કરાવીને
૩૮.