SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકસમયબદ્ધકર્મલતા : અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ પ્રતિસમયે મિથ્યાત્વમોહનીયને બાંધી રહ્યો છે. દરેક સમયે સ્થિતિબંધાનુસારે જુદી-જુદી નિષેકરચના થાય છે. પણ સાગરમાં સમાઈ જતી અનેક નદીની જેમ પૂર્વની જુની નિષેકરચનામાં પછીની નવી નિષેકરચના સમાઈ જાય છે. જેમ કે, અ નામનો અનાદિએકેન્દ્રિય જીવ પ્રતિસમયે મિમોને બાંધી રહ્યો છે. તે જીવ જઘન્યથી મિમોનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧ સાગરોપમનો અને ઉત્કૃષ્ટથી મિમો૦નો ૧ સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. એટલે દરેક સમયે સ્થિતિબંધાનુસારે મિમોની જુદી-જુદી નિષેકરચના થાય છે. અસકલ્પનાથી..... ૧ સાગરોપમ પલ્યોપમનો અસંભાગ ન્યૂન ૧ સાગરોપમ તેના અબાધાકાળનું અંતર્મુહૂર્ત = ૩૦ સમય ૨૫ સમય = ૩. સમય માનવામાં આવે તો...... ચિત્રનં.પ માં બતાવ્યા મુજબ ૬ નામનો હીરો (અનાદિએકેન્દ્રિય૩૪) નૂતનવર્ષના ૩૦મા સમયે મિમોની ૧ સાગરોપમ ૩૦ સમયની સ્થિતિને બાંધે છે. તે જ સમયે (નૂતનવર્ષના ૩૦મા સમયે) તેને ૧સાગરોપમ ૩૦ સમયની સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તે સમયે અને સત્તામાં ૧સાગરોપમ=૩૦ સમય=૩૦ નિષેક હોય છે. ચિત્રનં.પ માં બતાવ્યા મુજબ હીરો-અ ને સત્તામાં વધુમાં વધુ ૩૦ સમયમાં (નૂતનવર્ષના ૧થી ૩૦ સમયમાં) બંધાયેલી ૩૦ કર્મલતા હોય છે. ૧ સાગરોપમમાં બંધાયેલી કર્મલતા ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ હીરો-અને સત્તામાં ૧લા નિષેકમાં નૂતનવર્ષના ૧લા સમયથી ૨૭મા સમયનું બંધાયેલું દલિક હોય છે. રજા નિષેકમાં ૨ થી ૨૮ સમયનું બંધાયેલું દલિક હોય છે. એ રીતે, ૩જા-૪થા વગેરે નિષેકમાં પણ સમજવું..... છેલ્લા ૩૦મા નિષેકમાં નૂતનવર્ષના ૩૦મા (એક જ) સમયનું બંધાયેલુ દલિક હોય છે. કારણકે હીરો- નૂતનવર્ષના ૧લા સમયે મિમોનો ૧ સાગરોપમ = ૩૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયથી (નૂતનવર્ષના ૧લા સમયથી) ૨૬ = = = =
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy