________________
૬૦ સમયની નિષેકસ્થિતિ અથવા નિષેકરચના હોય છે. જ્યારે મનુષ્યાયુના ૨૫ વર્ષ = ૨૫ સમય = ૨૫ નિષેકમાં રહેલું કર્મદલિક ભોગવાઈને નાશ પામી જાય છે ત્યારે ૬ નામનો માણસ મૃત્યુ પામે છે. ત્યારપછીના સમયે ૬ નામનો માણસ દેવભવમાં ઉત્પન્ન થાય છે. ચિત્રનં.૩માં બતાવ્યા મુજબ એક જ સમયમાં બંધાતું અંતઃકોકોસાની સ્થિતિવાળું મિથ્યાત્વમોહનીયકર્મ આત્મા પર અંતઃકોકોસા૦ સુધી રહી શકે છે. તેને “સત્તા” કહે છે. એટલે કર્મબંધની પ્રક્રિયાથી સત્તાની પ્રાપ્તિ થાય છે. એટલે બંધ પછી “સત્તા” કહી છે.
સત્તાવિધિ :
કર્મોનું આત્માની ઉપર રહેવુ, તે “સત્તા” કહેવાય.
બંધ સમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય, તે કર્મ તેટલા કાળ સુધી આત્મા ઉપર રહી શકે છે. એટલે જે સમયે જે કર્મની જેટલી સ્થિતિ બંધાય છે. તે સમયે તે કર્મની તેટલી સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે.
જેમ કે, ૐ નામનો અનાદિ એકેન્દ્રિયજીવ જે સમયે મિમોનો ૧ સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. તે સમયે અનાદિ એકેન્દ્રિય-અને ૧ સાગરોપમની સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. એકસમયબદ્ધકર્મલતા :
એકસમયમાં જેટલી સ્થિતિ બંધાય છે તેને એકસમયબદ્ધકર્મલતા (એકસમયબદ્ધસ્થિતિ) કહે છે.
ધારો કે, અનાદિ એકેન્દ્રિય-૪ (હીરો-૪) નૂતનવર્ષના ૧લા સમયે મિ૦મો ની ૧ સાગરોપમની સ્થિતિને બાંધે છે તેને એકસમયબદ્ધ કર્મલતા (એકસમયબદ્ધસ્થિતિ) કહે છે.
અસકલ્પનાથી.....
૧ સાગરોપમ = ૩૦ સમય
માનવામાં આવે તો.....
(૧) જે જીવ અનાદિકાળથી એકેન્દ્રિયમાં જ છે. હજુ સુધી ક્યારેય ત્રસપણું પામ્યો નથી. તેને અનાદિએકેન્દ્રિય કહેવાય છે.
૨૪