________________
વર્ણચતુષ્ક કહ્યું છે. એટલે ૧૦ + ૧૬ = ૨૬ વિના બંધાદિમાં નામકર્મની ૬૭ કર્મપ્રકૃતિ કહી છે અને તે જ કર્મપ્રકૃતિને સત્તામાં જુદી ગણીને ૯૩ કહી છે. એટલે અહીં બંધાદિને વિષે કર્મપ્રકૃતિની જુદી જુદી સંખ્યા બતાવવાનું કારણ માત્ર વિવક્ષાભેદ છે. પ્રશ્ન : (૯૬) શાસ્ત્રમાં ક્ષપકશ્રેણીમાં રહેલા જીવને ક્ષપક કહ્યો છે અને ગાથાનં.૨૭મા ચોથા ગુણઠાણે રહેલા જીવને પણ ક્ષેપક કહ્યો છે. એ કેવી રીતે સંગત થાય ? જવાબ :- જે અબદ્ધાયુષ્યવાળો સમ્યગૃષ્ટિ મનુષ્ય આ જ ભવમાં અવશ્ય મોક્ષમાં જવાનો છે. તે થોડા જ કાળમાં દર્શનસપ્તકનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અવશ્ય ક્ષપકશ્રેણી માંડવાનો હોવાથી, તેને ૪થા ગુણઠાણે પણ ક્ષપક કહી શકાય છે. અને જે જીવે દર્શનસપ્તકનો ક્ષય કર્યો છે તેને પણ દર્શનમોહનીયની ક્ષપણાની અપેક્ષાએ ચોથા ગુણઠાણે ક્ષપક કહી શકાય છે. | પ્રશ્ન : (૦૭) કઈ કર્મપ્રકૃતિઓ ઉદય અને સત્તામાંથી એકી સાથે નાશ છે. પામે છે ? જવાબ :- જ્ઞાના૦૫, દર્શના૦૪, બેમાંથી કોઇપણ એક વેદનીય, નપુંસકવેદ૯, સ્ત્રીવેદ, સમો), સંલોભ, આયુષ્ય-૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાય-૫....... કુલ ૩૩ કર્મપ્રકૃતિઓ એકીસાથે ઉદય અને સત્તામાંથી નાશ પામે છે. પ્રશ્ન : (૯૮) કેટલાય જિજ્ઞાસુના હૈયે સતત એક વિચાર ચકરાવા લેતો હોય છે કે, જ્યાં ખાવાનું નથી, પીવાનું નથી, પહેરવાનું નથી, કોઈ જ ભૌતિક સાધનો નથી, શરીર પણ નથી. તેવા મોક્ષમાં મઝા (આનંદ) શી રીતે આવે ? કારણકે મઝા (આનંદ) તો ત્યાં જ આવે કે જ્યાં ખાવું, પીવું, માણવું, ભોગવવું વગેરે હોય ? જવાબ :- ઈષ્ટ ભોજન મળ્યું ત્યારે મઝા આવી,
૧૯. નપુંસકવેદોદયે શ્રેણી માંડનારા મનુષ્યને નપુંવેદનો ઉદય અને સત્તા એકીસાથે નાશ પામે છે. અને સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારાને સ્ત્રીવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામે છે.
૨૬૬)