SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જ્યાં સુધી સત્તામાં કર્મલિક હોય ત્યાં સુધી વિપાકોદય કે પ્રદેશોદય ચાલુ હોય છે. ૪. ઉદય ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. ' ૩. સત્તામાં છેલ્લી એક આવલિકા જેટલા નિષેક બાકી રહે ત્યારે ઉદીરણા અટકી જાય છે. ૪. ઉદીરણા ૧૩માં ગુણસ્થાનક સુધી જ હોય છે. - સત્તાવિધિ દર પ્રશ્ન : (૫) જે કર્મ બંધાય છે, તે જ સત્તામાં હોય અને જે સત્તામાં હોય, તે જ ઉદયમાં આવતું હોય, તો બંધમાં ૧૨૦, ઉદયમાં ૧૨૨ અને સત્તામાં ૧૪૮ કર્મપ્રકૃતિ કેમ કહી છે ? બંધ, ઉદય અને સત્તામાં કર્મપ્રકૃતિની સંખ્યા સરખી કેમ નથી કહી ? જવાબ :- જે કર્મ બંધાય છે, તે જ સત્તામાં હોય છે અને જે સત્તામાં હોય છે, તે જ ઉદય-ઉદીરણામાં હોય છે. તેથી કમ્મપયડીમાં ઉદય-ઉદીરણાકરણમાં ૧૫૮ કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા કહી છે. કારણકે કોઈપણ કર્મની ઉદયઉદીરણા સત્તા વિના હોતી નથી અને સત્તા પણ બંધ વિના ન હોય. એટલે જે કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા થાય છે, તે અવશ્ય પૂર્વે બંધાયેલી છે એમ સમજવું. ' ઉપશમસમ્યત્વ પ્રાપ્ત થતાંની સાથે જ ન્યૂનાધિક પ્રમાણમાં રસ ઘટી જવાથી સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીયના કેટલાક શુદ્ધ કર્મદલિકોને સ0મો૦ કહે છે અને કેટલાક અર્ધશુદ્ધ કર્મદલિકોને મિશ્રમોહનીય કહે છે. એટલે વાસ્તવિક રીતે, તો બંધાયેલું મિથ્યાત્વમોહનીયકર્મ જ શુદ્ધ બનીને સમો૦ રૂપે અને અર્ધશુદ્ધ બનીને મિશ્રમોહનીયરૂપે સત્તામાં આવે છે પણ તે પ્રકૃતિ સ્વરૂપે બંધાતી ન હોવાથી તેની બંધમાં ગણતરી કરી નથી. ' નામકર્મની ૯૩ કર્મપ્રકૃતિ બંધાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ બંધ-ઉદય અને ઉદીરણાને સંક્ષિપ્તમાં કહેવાની ઈચ્છાથી ઔદારિકાશિરીરમાં ઔદારિકાદિ૫ બંધન અને ઔદારિકાદિ-૫ સંઘાતનનો સમાવેશ કરીને ૧૦ કર્મપ્રકૃતિને ભેગી ગણી છે. તથા પાંચ વર્ણનો એક વર્ણમાં, બે ગંધનો એક ગંધમાં, પાંચ રસનો એક રસમાં અને ૮ સ્પર્શનો એક સ્પર્શમાં સમાવેશ કરીને સામાન્યથી ૨૬૫
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy