SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ | (૫) ૧0000 કર્મદલિકોમાંથી ૧૨૦૦ દલિકો અનંતવીર્ય- ૭ ગુણને (અનંતશક્તિને) ઢાંકે છે, તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે નામના માણસને નમાલો-નિર્બળ બનાવી દેશે..... એ નમાલોનિર્બળ બનાવનારા કર્મદલિકોનું નામ છે “અંતરાયકર્મ”.... (૬) ૧૦000 કર્મદલિકોમાંથી ૧૦૦૦ દલિકો અરૂપીગુણને ઢાંકે છે, તે કર્મદલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મેં નામના માણસને દેવાદિરૂપો, શરીર, ઈન્દ્રિય, યશ-અશાદિને અપાવશે. એ દેવાદિગતિમાં મોકલનારા કર્મદલિકોનું નામ છે “નામકર્મ”... | (૭) ૧0000 કર્મદલિકો માં થી ૧000 દલિકો | અગુરુલઘુગુણને ઢાંકે છે, તે કર્મદલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે માં નામના માણસને ઉચ્ચકુળ-નીચકુળમાં ધક્કેલી દેશે... એ ઉચ્ચકુળનીચકુળમાં જન્મ અપાવનારા કર્મદલિકોનું નામ છે “ગોત્રકર્મ”. (૮) ૧૦000 કર્મદલિકોમાંથી ૯૦૦ દલિકો અક્ષયસ્થિતિને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મનુષ્યાદિભવને અપાવશે..... એ કર્મદલિકોનું નામ છે “આયુષ્યકર્મ”. - એ રીતે, નામના માણસે એક જ સમયમાં ગ્રહણ કરેલાં , ૧૦000 કર્મદલિકોની ચોક્કસ પ્રમાણમાં વહેંચણી થાય છે તેને પ્રદેશબંધ કહે છે અને તે કર્મદલિકોમાં જે સુખ-દુઃખાદિ આપવાના છે ૧ જુદા-જુદા સ્વભાવ નક્કી થાય છે તેને “પ્રકૃતિબંધ” કહે છે. કર્મવિપાક નામના પ્રથમકર્મગ્રન્થમાં પ્રકૃતિબંધનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે....... હવે અહીં સ્થિતિબંધનું વર્ણન કરવાનું છે..... સ્થિતિબંધ :- જે દિવસે કેદી કેદમાં પુરાય છે. તે જ દિવસે તેને કેદમાં કેટલો ટાઈમ રહેવું પડશે..... એનો નિર્ણય થઈ જાય છે. તેમ જીવ જે સમયે કર્મદલિકોને ગ્રહણ કરે છે. તે જ સમયે તે કર્મદલિકોને આત્મપ્રદેશો ઉપર કેટલો ટાઈમ રહેવું પડશે. એનો નિર્ણય થઈ જાય છે એને સ્થિતિબંધ કહે છે. ૧૬
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy