________________
(૨૩) સ્પર્શ, (૨૪) નિર્માણ, (૨૫) તૈજસશરીર, (૨૬) કાર્મણશરીર, (૨૭) પ્રથમસંઘયણ, (૨૮) દુ:સ્વર, (૨૯) સુસ્વર અને (૩૦) શાતા કે અશાતામાંથી કોઈપણ એક વેદનીય..... એ ૩૦ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે.
ઔદારિકશરીર વગેરે ૩૦ કર્મપ્રકૃતિમાંથી શાતા કે અશાતા સિવાયની ૨૯ કર્મપ્રકૃતિ પુદ્ગલવિપાકી છે. તેમાં પણ સુસ્વર અને દુઃસ્વર કર્મપ્રકૃતિ ભાષારૂપ પુદ્ગલ વિપાકી છે. તે કર્મના ફળનો અનુભવ વચનને થાય છે એટલે જ્યાં સુધી સ્વરનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવીને બોલવાની ક્રિયા કરી શકે છે. જ્યારે સયોગીકેવલી ભગવંત વચનયોગને રોકે છે ત્યારે બોલવાની ક્રિયા અટકી જાય છે તે વખતે
સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય અટકી જાય છે.
શ્વાસોચ્છ્વાસ કર્મપ્રકૃતિ શ્વાસોચ્છ્વાસપુદ્ગલવિપાકી છે. જ્યાં સુધી શ્વાસોચ્છ્વાસ નામકર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્વાસ-લેવા મૂકવાની ક્રિયા કરી શકે છે. જ્યારે સયોગીકેવલીભગવંત શ્વાસોચ્છ્વાસને રોકે છે ત્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા અટકી જાય છે. તે વખતે શ્વાસોચ્છ્વાસ નામકર્મનો ઉદય અટકી જાય છે.
ઔદારિકશરીર વગેરે ૨૬ પ્રકૃતિ શરીરરૂપ પુદ્ગલ વિપાકી છે. એટલે જ્યાં સુધી ઔદારિકશરીરાદિ-૨૬ પ્રકૃતિનો ઉદય હોય ત્યાં સુધી જીવ તે તે પ્રકૃતિના ફળને અનુભવે છે જ્યારે સયોગીકેવલીભગવંત કાયયોગને રોકે છે ત્યારે શરીરાશ્રિત (શરીર સાથે સંબંધવાળા) ઔદારિકશરીરાદિ નામકર્મની ૨૬ પ્રકૃતિનો ઉદય અટકી જાય છે.
સયોગીકેવલી ગુણઠાણાના અંતે શાતા-અશાતામાંથી કોઈપણ એકનો ઉદયવિચ્છેદ થાય છે. કારણ કે સયોગીકેવલી ભગવંતને શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાનપણે હોય છે. એટલે શાતા-અશાતા બન્ને વારાફરતી ઉદયમાં આવી શકે છે. પરંતુ યોગ નિરોધ કર્યા પછી શાતા-અશાતા વારાફરતી ઉદયમાં આવી શકતી નથી. એટલે શાતા-અશાતામાંથી, કોઈપણ એક જ ઉદયમાં આવતી હોવાથી, અયોગીગુણઠાણે શાતા-અશાતામાંથી કોઈપણ એક જ વેદનીયનો ઉદય હોય છે. એટલે સયોગીગુણઠાણાના અંતે બેમાંથી કોઇપણ એક વેદનીયનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
૧૮૭