________________
ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા બે સમય બાકી રહે ત્યાં સુધી ઉદયમાં ૫૭ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ક્ષીણમોહના દિચરમસમયે “નિદ્રાદ્ધિક”નો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી જ નિદ્રાદ્ધિક સત્તામાં હોય છે. એટલે ત્યાં સુધી જ નિદ્રાદ્ધિકનો ઉદય હોઈ શકે છે. ત્યારપછી ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે નિદ્રાદિક સત્તામાં ન હોવાથી ઉદયમાં ન હોય. એટલે ક્ષીણમોહના દ્વિચરમ૧૨ સમયે નિદ્રાદિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ક્ષીણમોહના ચરમસમયે પપનો ઉદય :
ક્ષીણમોહગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૫૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યારબાદ છેલ્લા સમયે નિદ્રાદ્ધિકનો ઉદય હોતો નથી. એટલે પ૭માંથી નિદ્રાદ્ધિક ઓછી કરતાં છેલ્લા સમયે ઉદયમાં ૫૫ પ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) આયુ0 ના) ગો. અંતે કુલ
૫ + ૪ + ૨ + ૧ + ૩૭ + ૧ + પ = પપ સયોગી ગુણઠાણે ૪૨નો ઉદય :- ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા સમયે મતિજ્ઞાનાવરણીયાદિ ૧૪ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે પપમાંથી ૧૪ કર્મપ્રકૃતિ ઓછી કરતાં સયોગીકેવલી ગુણઠાણે ઉદયમાં ૪૧ રહે, પરંતુ ત્યાં તીર્થકર નામકર્મનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે ૪૧પ્રકૃતિમાં તીર્થંકર નામકર્મ ઉમેરવાથી સયોગીગુણઠાણે ૪૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વે, આયુ) નાવા ગોળ કુલ
INDIA
૨
+
૧
+
૩૮૧૩
+
૧
=
૪૨
૧૨. કોઈક આચાર્ય મ. સા. એમ કહે છે કે, નિદ્રાદ્ધિકનો ઉદયવિચ્છેદ ઉપશાંતમોહ ગુણસ્થાનકે થાય છે. કારણકે નિદ્રાનો ઉદય ઘોલના પરિણામથી થાય છે. અને ક્ષપકાત્મા અતિવિશુદ્ધિ અધ્યવસાયવાળો હોવાથી, તેને ઘોલના પરિણામ હોતા નથી. તેથી તેને નિદ્રાદ્ધિકના ઉદયનો સંભવ નથી પરંતુ ક્ષેપકની અપેક્ષાએ ઉપશમક ઓછી વિશુદ્ધિવાળો હોવાથી, તેને નિદ્રાદ્ધિકના ઉદયનો સંભવ છે.
(૧૮૫
-૧૩