________________
એકેન્દ્રિયાદિને કે સાધારણવનસ્પતિને સાસ્વાદનગુણઠાણ હોતું નથી. તેથી સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મત્રિકનો ઉદય હોતો નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
મિથ્યાત્વગુણઠાણે આતપનામકર્મનો ઉદયવિચ્છેદ થાય છે કારણ કે સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નોમાં બાદરપૃથ્વીકાયના જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આતપનામકર્મનો ઉદય હોય છે. તે વખતે તે જીવોને સાસ્વાદનગુણઠાણું હોતું નથી. કારણ કે સાસ્વાદનગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો છે. એટલે જે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તો સાસ્વાદનગુણઠાણાને પ્રાપ્ત કર્યા પછી મૃત્યુ પામીને, સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નોમાં બાદર પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય, તે જીવ ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ સાસ્વાદનગુણસ્થાનક પૂર્ણ કરીને, મિથ્યાત્વે ચાલ્યો જાય છે. પછી તેને આતપનામકર્મનો ઉદય શરૂ થાય છે. એટલે સાસ્વાદનગુણઠાણે આતપનામકર્મનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે આતપ નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય મિથ્યાદૃષ્ટિજીવોને જ હોય છે. સાસ્વાદનસમ્યદૃષ્ટિ વગેરેને મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સાસ્વાદનગુણઠાણે ૧૧૧નો ઉદય :
મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મત્રિકાદિ પાંચકર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે એટલે ૧૧૭માંથી ૫ કર્મપ્રકૃતિ ઓછી કરતાં ૧૧૨ રહે છે અને સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો અનુદય છે. કારણ કે સાસ્વાદન ગુણઠાણે રહેલો કોઈપણ તિર્યંચ કે મનુષ્ય મરીને નરકગતિમાં જતો નથી. તેથી સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી ૧૧૨માંથી નરકાનુપૂર્વી બાદ કરતાં, સાસ્વાદનગુણઠાણે ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
જ્ઞા, દ0 વે) મો. આયુ) ના, ગોળ અંતે કુલ
૫ + ૯ + ૨ + ૨૫ + ૪ + ૫૯ + ૨ + ૫ = ૧૧૧
(૧૦૦)