________________
૫ પ્રકૃતિ ઓછી કરવાથી ૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના ગોળ અં૦ કુલ
(
૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૪ + ૨ + ૫ = ૧૧૭ - મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, આહારકદ્ધિક અને જિનનામકર્મનો અનુદય હોય છે. કારણ કે મિશ્રમોહનીયકર્મનો ઉદય માત્ર મિશ્રગુણઠાણે હોય છે. તે સિવાયના કોઈપણ ગુણઠાણે મિશ્રમોહનીયકર્મનો ઉદય હોતો નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીયનો અનુદય કહ્યો છે. - સ0મોડનો ઉદય ક્ષાયોપથમિકસમ્યગુદૃષ્ટિને જ હોય છે. તે ૪થી ૭ ગુણઠાણા સુધી જ જઈ શકે છે તેથી સવમોચનો ઉદય માત્ર ૪ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે. તે સિવાયના કોઈપણ ગુણઠાણે સ0મોડનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે સમોઅનો અનુદય કહ્યો છે.
આહારકલબ્ધિધારી ચોદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા જ આહારકલબ્ધિના વશથી આહારકશરીર બનાવી શકે છે. તેથી માત્ર પ્રમત્તગુણઠાણે આહારકશરીર અને આહારકસંગોપાંગ નામકર્મનો ઉદય હોય છે. તે સિવાયના કોઈપણ ગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિકનો અનુદય કહ્યો છે અને જિનનામકર્મનો ઉદય ૧૩મે | ૧૪મે ગુણઠાણે જ હોય છે તેથી મિથ્યાત્વાદિ ગુણઠાણે જિનનામનો અનુદય કહ્યો છે. અનુદય અને ઉદયવિચ્છેદ :- જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો ઉદય ન હોય, પણ ત્યારપછીના જે ગુણસ્થાનકે તે કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેની પૂર્વેના ગુણઠાણામાં તે પ્રકૃતિનો અનુદય કહેવાય અને જે ગુણઠાણાથી આગળના કોઈપણ ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો ઉદય ન હોય, તો તે ગુણઠાણે તે પ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહેવાય છે. દા.ત. મિથ્યાત્વગુણઠાણે તીર્થકર નામકર્મનો ઉદય | હોતો નથી પણ ૧૩મા ગુણઠાણે તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. તેથી ૧થી૧૨ ગુણઠાણે જિનનામનો અનુદય કહેવાય છે અને મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય છે પણ ત્યારપછીના સાસ્વાદનાદિ