SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયવિધિ પહેલા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય :उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । સતરસયં મિર્જી મીસ સમ્મ આહાર નિળબુદ્યા । ૧૩ । उदयो विपाकवेदनमुदीरणमप्राप्ते इह द्वाविंशतिशतम् । સપ્તશશતં મિથ્યાત્વે મિત્ર-સમ્ય ્-બહારનિનાનુયાત્ ॥ ૧૩ ॥ ગાથાર્થ :- કર્મના ફળનો અનુભવ કરવો, તે ઉદય કહેવાય. ઉદયમાં નહીં આવેલા (ઉદયાવલિકાની ઉપર રહેલા) કર્મદલિકોને પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવીને ભોગવવા, તે ઉદીરણા કહેવાય. અહીં ઉદય અને ઉદીરણામાં ઓઘે (સામાન્યથી) ૧૨૨ કર્મપ્રકૃતિ હોય છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારકદ્ધિક અને જિનનામકર્મનો અનુદય હોવાથી ૧૧૭ કર્મપ્રકૃતિનો ઉદય હોય છે. વિવેચન : - કર્મના ફળનો અનુભવ કરવો, તે ઉદય કહેવાય. અને ઉદયમાં નહીં આવેલા કર્મોને પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવીને ભોગવવા, તે ઉદીરણા કહેવાય. ઓથે ઉદયમાં ૧૨૨ પ્રકૃતિ હોય છે. SULO ૬૦ વે૦ મોળ આયુ ના ગોલ્ડ અં કુલ + . . . . . ૫ + ૯ + ૨ + ૨૮ + ૪ + ૬૭ + ૨ + ૫ =૧૨૨ મિથ્યાત્વગુણઠાણે-૧૧૭ પ્રકૃતિનો ઉદય : મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારકશરીર, આહા અંગો અને જિનનામકર્મનો ઉદય હોતો નથી. એટલે ૧૨૨માંથી ૧. જે સમયે જે કર્મ બંધાય, તે જ સમયે તે કર્મની સ્થિતિ અનુસારે અબાધાકાળ છોડીને, તેની ઉપર નિષેકરચના (ગોપુચ્છાકારે કર્મદલિકની ગોઠવણ) થાય છે. પછી જ્યારે અબાધાકાળ પૂરો થઈ જાય ત્યારે ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકમાં રહેલા કર્મદલિકો ભોગવાઈને નાશ પામી જાય છે. તે વખતે તે તે કાળે જે વર્તમાન સમય છે, તે “ઉદયસમય” કહેવાય છે અને તે તે સમયમાં ભોગવાઈ રહેલા જે કર્મદલિકો છે તે ઉદયસમયને પ્રાપ્ત કર્મદલિકો કહેવાય અને ઉદયસમયની ઉપરના નિષેકમાં રહેલા જે કર્મદલિકો છે, તે “ઉદયસમયને અપ્રાપ્ત” કર્મદલિકો કહેવાય. ૧૦૧
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy